આઈ૫ીએલ ર૦૧૯ઃ વરૃણ ધવનની બેઝ પ્રાઈઝ હતી ર૦ લાખઃ ર૦૧૯ના આઈપીએલમાં ૮.૪ કરોડની બોલાઈબોલી / જસદણ પેટા ચૂંટણી જંગઃ કુંવરજી બાવળીયા, ભરત બોધરા, અવસર નાકીયા, ભોળાભાઈ ગોહેલ મેદાનમા /

દ્વારકાના રૃપેણ બંદરમાં બાળકોની બબાલમાં મોટેરાઓ બાખડયા પડયાઃ સામસામી ફરિયાદ

જામનગર તા. ૧૩ ઃ દ્વારકા નજીકના રૃપેણ બંદરમાં ગઈકાલે એક જ અગાશીમાં રમતા બાળકો ઝઘડી પડયા પછી તેઓને છૂટા પડાવવા આવેલા મોટેરાઓ બાખડી પડયા હતા. બે પક્ષો વચ્ચે છૂટા હાથની મારામારી થઈ હતી જેમાં તલવાર, કુહાડી અને પાઈપનો ઉપયોગ થયો હતો. પોલીસે બન્ને પક્ષોની ફરિયાદ નોંધી તપાસ શરૃ કરી છે.

દેવભૂમિ દ્વારકા જિલ્લાના રૃપેણ બંદરમાં આવેલા છપરા વિસ્તારમાં રહેતા યુસુફભાઈ ઈબ્રાહીમભાઈ સમાના બાળકો ત્યાં જ રહેતા મામદ અલીભાઈ સમાના બાળકો સાથે ગઈકાલે સવારે રમતા હતા. આ બાળકો રમતા રમતા ઝઘડી પડતા યુસુફભાઈ તેઓને છોડાવવા માટે ગયા હતા. આ વેળાએ ધસી આવેલા મામદ અલીભાઈ અને આરીફ મામદભાઈએ બોલાચાલી કરી પાઈપ તથા છૂટા પથ્થરના ઘા કરી હુમલો કર્યાે હતો જેમાં એક યુવાનને આંગળીમાં ફ્રેકચર થઈ ગયું છે જ્યારે યુસુફભાઈને માથામાં પથ્થર વાગતા ટાંકા આવ્યા છે તેઓએ પોલીસમાં ફરિયાદ નોંધાવી છે.

આ ફરિયાદની સામે મામદ અલીભાઈ સમાએ વળતી ફરિયાદ નોંધાવી તેમાં જણાવ્યું છે કે, તેઓના બાળકો સાથે યુસુફ સમાના બાળકો ઝઘડી પડયા પછી ઉશ્કેરાયેલા યુસુફ, ડાડા ઈબ્રાહીમ, આસિફ ઈબ્રાહીમ, સદામ જાકુબ નામના શખ્સોએ પાઈપ-કુહાડી તથા તલવાર વડે હુમલો કર્યાે હતો જેમાં બાનુબેનને કુહાડી વાગી ગઈ હતી. જ્યારે આસિફને કપાળમાં પાઈપ વાગ્યો હતો. ઉપરાંત તલવારથી ઝીંકાયેલા ઘાના કારણે એક વ્યક્તિને ફ્રેકચર થયું હતું. પોલીસે બન્ને પક્ષની ફરિયાદ નોંધી આરોપીઓની ધરપકડ માટે ચક્રો ગતિમાન કર્યા છે.

હવામાન

weather

શબ્દવ્યુહ

માર્કેટ યાર્ડ - હાપા, જામજોધપુર, જામનગર બ્રાસ સીટી:

માર્કેટ યાર્ડ - હાપા   ઘઉં ....242 ...383 । મગ ....800 ...1680 । લસણ ....160 ...805 । ચણા। ....160 ...805   માર્કેટ યાર્ડ - જામજોધપુર   કપાસ। ....780 ...937 । જીરૂ। ....2600 ...3125 । અરેંડા। ....650 ...729   જામનગર બ્રાસ સીટી   બ્રાસ હાની ઢાંળો ...315.00 । બ્રાસ હાની વાસંણ ...327.00 । બ્રાસ હાની પાઈપ ...329.00 । બ્રાસ વિલાયતી ....310.00