ગીરના જંગલમાં ૧૧ દિવસમાં નિપજયાં ૧૧ સિંહોના મૃત્યુઃ કુદરતી રીતે થયા છે કે શું તેના માટે ઉચ્ચ અધિકારીઓ દ્વારા હાથ ધરાઈ તપાસ / જમ્મુ-કાશ્મીરમાં ૩ પોલીસ કર્મીને રાજીનામા આપવા માટે આપ્યો હતો સમયઃ ના આપ્યા તો નિપજાવી હત્યાંઃ આ હત્યામાં આતંકી નાઈફૂની સંડોવાણી ? / ભાવનગરમાં સ્વાઈનફૂલના કારણે છેલ્લા ર૪ કલાકમાં ૩ લોકોના નિપજયાં મૃત્યુઃ પ લોકો સારવાર હેઠળ / સુરતના નગરસેવકોને આવી દિવાળીઃ વેતનમાં કરાયો ૩પ૦ ટકાનો ધરખમ વધારો / શીંજો આબે એલડીપી પક્ષના વડા ચૂંટાતા જાપનના વડાપ્રધાન પદ માટે રહેશે ચાલુ / ફિલીપાઈન્સમાં ભૂસ્ખલનઃ ૧૮ વ્યક્તિઓના મૃત્યુઃ અનેક ઘરો થયા જમીનદોસ્ત

જોધપુરમાં શૂટીંગ દરમિયાન બોલિવુડના અમિતાભ બચ્ચનની તબિયત લથડી

જોધપુર તા. ૧૩ઃ બોલિવુડના અભિનેતા અમિતાભ બચ્ચનની તબિયત લથડી છે. આ અંગેની જાણકારી બીગ-બીએ બ્લોગમાં આપી છે. બોલિવુડના બીગ-બી એટલે કે, અમિતાભ બચ્ચન 'ઠગ્સ ઓફ હિન્દુસ્તા' ફિલ્મના શૂટીંગને લઈને રાજસ્થાનમાં હતાં. તેમણે જણાવ્યું હતું કે, તેઓની તબિયત ખરાબ લાગી રહી હતી.

પ્રાપ્ત અહેવાલો મુજબ મુંબઈથી તબીબોની વિશેષ ટીમ જોધપુર પહોંચીને તેમની સારવાર કરશે. આ પહેલા એવા અહેવાલો પણ વહેતા થયા હતાં કે, અમિતાભ બચ્ચનને મુંબઈ લઈ જવામાં આવી રહ્યાં છે.

અત્રે ઉલ્લેખનય છે કે, થોડા દિવસ પૂર્વે પણ અમિતાભ બચ્ચનનું કોકિલાબેન હોસ્પિટલમાં રૃટીન ચેકઅપ કરવામાં આવ્યું હતું. અમિતાભ બચ્ચને પોતાના બ્લોકમાં લખ્યું કે, સવારના પાંચ વાગ્યા છે. એક નવી સવારની શરૃઆત, કેટલા લોકો જીવવા માટે કામ કરે છે અને મહેનત કરે છે, આ ખૂબ જ કઠોર છે, મુશ્કેલીઓ વિના કંઈજ મેળવી શકાતું નથી. ખૂબ જ નિરાશા અને દર્દ થશે ત્યારે જ આશાપૂર્ણ થશે. ક્યારેક થશે તો ક્યારેક નહીં થાય... જ્યારે તેઓ ન કહે ત્યારે આપણે પોતાનું સારૃં આપવાની આવશ્યકતા હોય છે.

બીગ-બીની તબિયત ખરાબ થવાના સમાચાર મીડિયામાં આવતાની સાથે જ અમિતાભ બચ્ચનના પ્રશંશકો હજારોની સંખ્યામાં જોધપુર એરપોર્ટ પહોંચ્યા હતાં.

હવામાન

weather

શબ્દવ્યુહ

માર્કેટ યાર્ડ - હાપા, જામજોધપુર, જામનગર બ્રાસ સીટી:

માર્કેટ યાર્ડ - હાપા   ઘઉં ....242 ...383 । મગ ....800 ...1680 । લસણ ....160 ...805 । ચણા। ....160 ...805   માર્કેટ યાર્ડ - જામજોધપુર   કપાસ। ....780 ...937 । જીરૂ। ....2600 ...3125 । અરેંડા। ....650 ...729   જામનગર બ્રાસ સીટી   બ્રાસ હાની ઢાંળો ...315.00 । બ્રાસ હાની વાસંણ ...327.00 । બ્રાસ હાની પાઈપ ...329.00 । બ્રાસ વિલાયતી ....310.00