પી. ચીદમ્બરની થઈ શકે છે ધરપકડઃ દિલ્હી હાઈકોર્ટે ચીદમ્બરના ફગાવ્યા જામીન / ગુજરાતમાં અમદાવાદ સહિતના શહેરમાં આગામી ચાર દિવસ ભારેઃ     સાયકલોનિક સર્ક્યુલેશન સિસ્ટમ સક્રિય / કાશ્મિર માટે શરૃ કરાયેલી હેલ્પલાઈન પર પાકિસ્તાનીઓની ગાળાગાળી / બાંગ્લાદેશમાં આવેલી ઝુપડપટ્ટીમાં લાગી ભીષણ આગઃ  પચ્ચાસ હજાર લોકો બન્યા બેઘર

જામનગર જિલ્લાના ત્રણ પેટ્રોલ પંમ્પમાં રૃા. રર લાખનો પેટ્રોલ-ડીઝલનો જથ્થો સ્થગિત

જામનગર તા. ૧૩ઃ જામનગર જિલ્લા પુરવઠા તંત્ર દ્વારા પંદર જેટલા પેટ્રોલ પમ્પમાં આકસ્મિક ચેકીંગ કામગીરી કરવામાં આવી હતી જેમાં ત્રણ પેટ્રોલ પમ્પોમાં ક્ષતિઓ જણાતા કુલ રર લાખ નવ હજારની કિંમતનો પેટ્રોલ-ડીઝલનો જથ્થો સ્થગિત કરાયો હતો.

જામનગર જિલ્લા કલેક્ટરના આદેશ અન્વયે જિલ્લા પુરવઠા અધિકારી કે.જે. જાડેજા અને તાલુકા મામલતદાર તથા તેની ટીમ દ્વારા ગત્ તા. ૧૦.ર.ર૦૧૮ ના જિલ્લાના ૧પ પેટ્રોલ પમ્પોમાં આકસ્મિક ચેકીંગ કામગીરી કરવામાં આવી હતી. આ દરમિયાન જામનગર તાલુકાના દડિયા ગામમાં માધવ પેટ્રોલિયમમાં પરવાનો રીન્યુ કરાવાયો ન હોવાનું જણાવ્યું હતું. આથી પમ્પમાં હાજર જથ્થામાં પેટ્રોલ ૮૯૬૩ લીટર તેમજ ડીઝલ ૯૧પ૧ લીટર મળી કુલ રૃા. ૧ર,૮૦,૭પ૦ ની કિંમતનો જથ્થો સ્થગિત કરવામાં આવ્યો હતો.

આ ઉપરાંત જામનગર તાલુકાના વસઈ ગામમાં આવેલ હરસિદ્ધિ પેટ્રોલિયમમાં તપાસણી કરવામાં આવતા હાજર જથ્થામાં ઘટ જણાઈ હતી. આથી રૃપિયા ૧ લાખ પ૦ હજાર ૧૯૯ ની કિંમતનો ર૦૦૦ લીટર પેટ્રોલનો જથ્થો સ્થગિત કરવામાં આવ્યો હતો. તેવી જ રીતે લાલપુર તાલુકાના હરિપર ગામના પ્રણામી પેટ્રોલિયમમાં તપાસ કરવામાં આવતા ત્યાં પણ ાજર જથ્થામાં ઘટ જણાતા રૃા. ૭,૭૮,૧ર૭ ની કિંમતનો ૧૦,૮૧૮ લીટર પેટ્રોલનો જથ્થો સ્થગિત કરવામાં આવ્યો હતો.

આમ ત્રણેય પેટ્રોલ પમ્પમાંથી કુલ રર,૦૯,૦૭૬ ની કિંમતનો પેટ્રોલ-ડીઝલનો જથ્થો સ્થગિત કરાયો હતો.

જામનગર જિલ્લા પુરવઠા અધિકારીએ એક અખબારી યાદી મારફત જણાવ્યું છે કે, દરેક પેટ્રોલ પમ્પ ધારકોએ છૂટક પરવાનો નિયત સમય મર્યાદામાં રિન્યુ કરાવી લેવાના રહેશે. દર માસના અંતે થયેલા વેંચાણ તથા બંધ સ્ટોક પત્રકો મામલતદાર કચેરીમાં જમા કરાવી આપવાના રહેશે.

ઉપરાંત કેન્દ્ર સરકારના આદેશ મુજબ પમ્પમાં કામ કરતા કર્મચારીના પગાર નિયત કરેલ મુજબ અનુસાર જે-તે બેંક ખાતામાં જમા કરાવવા, તથા ફ્રી-પાણી,હવા, ટોયલેટની સુવિધા જાળવવાની રહે છે.

હવામાન

weather

શબ્દવ્યુહ

MARKET

માર્કેટ યાર્ડ - હાપા, જામજોધપુર, જામનગર બ્રાસ સીટી:

માર્કેટ યાર્ડ - હાપા   ઘઉં ....242 ...383 । મગ ....800 ...1680 । લસણ ....160 ...805 । ચણા। ....160 ...805   માર્કેટ યાર્ડ - જામજોધપુર   કપાસ। ....780 ...937 । જીરૂ। ....2600 ...3125 । અરેંડા। ....650 ...729   જામનગર બ્રાસ સીટી   બ્રાસ હાની ઢાંળો ...315.00 । બ્રાસ હાની વાસંણ ...327.00 । બ્રાસ હાની પાઈપ ...329.00 । બ્રાસ વિલાયતી ....310.00
close
Nobat Subscription