પંડયા બ્રધર્સે ધોનીની કારથી પણ મોંઘી કાર ખરીદીઃ તસ્વીરો સોશ્યલ મિડીયા પર થઈ વાઈરલ / ગભરાયેલા પાકિસ્તાને ફરી નૌશેરામાં સીઝફાયરનું કર્યું ઉલ્લંઘનઃ એક જવાન શહીદ /

જામનગરમાં ન્યુ વિઝન ક્લબ દ્વારા આયોજીત ફેશન ફીએસ્ટામાં ૯૫ મહિલાઓનો રેમ્પવોક

જામનગર તા. ૧૧ઃ જામનગરની મહિલાઓ માટેની ન્યુ વિઝન ક્લબ દ્વારા તાજેતરમાં જ ફેશન ફીએસ્ટા નામનો વિશિષ્ટ પ્રકારનો ફેશન શો યોજવામાં આવ્યો હતો. જેમાં ૨૦ વર્ષથી માંડીને ૫૫ વર્ષ સુધીની ગૃહિણીઓએ જુદા જુદા અને આકર્ષક વસ્ત્રો પરિધાન કરીને રેમ્પ વોક કર્યું હતું. ૯૫થી વધુ ગૃહિણીઓએ જુદી જુદી છ સ્પર્ધાઓમાં ભાગ લઈ સૌને મંત્રમુગ્ધ કરી દીધા હતાં. સ્પર્ધકોમાંથી પ્રથમ ત્રણ વિજેતાઓને ઈનામો આપવામાં આવ્યા હતાં.

ન્યુ વિઝન ક્લબ દ્વારા વર્ષભરમાં અનેક વિવિધ પ્રવૃત્તિઓ હાથ ધરવામાં આવે છે જે અંતર્ગત શહેરની ગૃહિણીઓ કે જેઓ મોટભાગે ગૃહકાર્યમાં વ્યસ્ત રહેતી હોય તેવી ત્રણેય પેઢીની સન્નારીઓએ ભારતીય પરિધાન સાડી, મેક્સી, ઈન્ડોવેસ્ટર્ન ડ્રેસ સહિતનાં સુંદર અને આકર્ષક વસ્ત્રોમાં સજ્જ થઈને ટાઉનહોલમાં રેમ્પ વોક કરી મહિલા સશક્તિકરણનું ઉત્કૃષ્ટ ઉદાહરણ પૂરૃં પાડ્યું હતું.

સ્પર્ધામાં દુલ્હન રાઉન્ડ, પ્રોફેશનલ રાઉન્ડ, ઈન્ડોવેસ્ટર્ન રાઉન્ડ, ટ્વીની રાઉન્ડ, ભારતીય પરિધાન સાડી તેમજ મેક્સી સહિતના જુદા-જુદા છ રાઉન્ડમાં અલગ અલગ સ્પર્ધાઓ યોજવામાં આવી હતી. તમામ સ્પર્ધાઓમાં પ્રથમ ૩ ક્રમાંકે વિજેતા સ્પર્ધક બહેનોને જુદા જુદા સ્પોન્સર્સ મારફતે સુંદર અને આકર્ષક ભેટ સોગાદો આપવામાં આવી હતી.

આ ઉપરાંત લોંગ ઈયરીંગ્સ, હાઈ હિલ્સ, વોલ સુઝ (ગમ સુઝ), ફ્લેટ ચપલ સહિતની પણ અલગ અલગ સ્પર્ધાઓ યોજાઈ હતી. જેમાં પણ ૨૫ જેટલા સ્પર્ધકોને વિજેતા જાહેર કરી આકર્ષક ઈનામો આપવામાં આવ્યા હતાં. આ સમારોહમાં મુખ્ય મહેમાન શહેરના પૂર્વ મેયર શ્રીમતી પ્રતિભાબેન કનખરા ઉપસ્થિત રહ્યા હતાં. જેઓના હસ્તે વિજેતા બહેનોને પુરસ્કાર એનાયત કરવામાં આવ્યા હતાં. સમગ્ર ઈવેન્ટમાં નિર્ણાયક તરીકે બિન્દીયાબેન ટોલીયા તેમજ પ્રફુલાબેન જેઠવાએ સેવા આપી હતી. જ્યારે સિદ્ધાર્થ દોશીએ એન્કરીંગ કર્યું હતું. કાર્યક્રમની સફળતા માટે ન્યુ વિઝન ક્લબના ફાઉન્ડર મિતાબેન દોશીની રાહબરી હેઠળ ન્યુ વિઝન ક્લબના પ્રેસિડેન્ટ દિયા જેસાણી, સેક્રેટરી રૃષિતા સોની, જો. સેક્રેટરી હિના પાટલીયા, વાઈસ પ્રેસિડેન્ટ અર્ચના કોઠારી, ટ્રેઝરર અલ્કા દોશી, જો. ટ્રેઝરર ચેતના વાલંભીયા ઉપરાંત ન્યુ વિઝન ક્લબની કમિટી મેમ્બરની સભ્ય બહેનોએ જહેમત ઉઠાવી હતી.

હવામાન

weather

શબ્દવ્યુહ

MARKET

માર્કેટ યાર્ડ - હાપા, જામજોધપુર, જામનગર બ્રાસ સીટી:

માર્કેટ યાર્ડ - હાપા   ઘઉં ....242 ...383 । મગ ....800 ...1680 । લસણ ....160 ...805 । ચણા। ....160 ...805   માર્કેટ યાર્ડ - જામજોધપુર   કપાસ। ....780 ...937 । જીરૂ। ....2600 ...3125 । અરેંડા। ....650 ...729   જામનગર બ્રાસ સીટી   બ્રાસ હાની ઢાંળો ...315.00 । બ્રાસ હાની વાસંણ ...327.00 । બ્રાસ હાની પાઈપ ...329.00 । બ્રાસ વિલાયતી ....310.00
close
Nobat Subscription