અફઘાનિસ્તાનમાં બે જગ્યાએ તાલીબાની હુમલામાં ૧પ સૈનિકો તેમજ ચાર પોલીસના નિપજયા મૃત્યુ / આગામી ર૬ જાન્યુઆરીની પરેડના મુખ્ય મહેમાન તરીકે હાજર રહેવા ભારતે ડોનાલ્ડ ટ્રમ્પને મોકલાવ્યુ આમંત્રણ / નર્મદામાં આવ્યા નવા નીરઃ સરદાર સરોવર ડેમની સપાટી ૧૦૯.૯૫ મીટરે પહોંચી /

મસમોટા બાંધકામ પર રહેમ અને ઓટલાઓ પર ઉતર્યો કહેર!

જામનગર તા. ૧૬ઃ જામનગર મહાનગરપાલિકા દ્વારા પાડતોડનું 'નાટક' શરૃ કરવામાં આવ્યું છે. મસમોટા ગેરકાયદે બાંધકામો ઉપર રહેમ દૃષ્ટિ રાખી નાના-મોટા ઓટલા, છજા તોડવામાં આવી રહ્યા છે. બીજી તરફ ટાઉન પ્લાનિંગ શાખાની મહેરબાનીથી મસમોટા ગેરકાયદે બાંધકામો પણ ખડકી દેવામાં આવ્યા છે, પરંતુ હવે તેને કોઈ હાથ પણ અડાડતું નથી. હકીકતે આ બાંધકામ ડીમોલીશનના લીસ્ટમાં પણ સામેલ છે, પરંતુ અનેક ભ્રષ્ટાચારીએ વહેતી ગંગામાં હાથ ધોયા હોવાથી કોઈપણ અધિકારી તેની સામે જોવાની હિંમત કરતું નથી.

જામનગર મહાનગરપાલિકા દ્વારા શહેરમાં ૬૯ જેટલા બાંધકામો ગેરકાયદે હોવાનું જાહેર કરી તેને તોડી પાડવા માટે નોટીસો આપવામાં આવી હતી જેમાં રણજીતસાગર માર્ગે ખડકાયેલા મસમોટા ગેરકાયદે બાંધકામનો પણ સમાવેશ થાય છે, પરંતુ 'લાગવગ'ના કારણે આ બાંધકામ તરફ મહાનગરપાલિકાના અધિકારીની આંખ પણ ફરકતી નથી.

બીજી તરફ એસ્ટેટ શાખાએ પાડતોડનું નાટક શરૃ કર્યું હોય, તેમ ઓટલા, છજા વગેરે તોડવામાં આવી રહ્યા છે જ્યારે મોટા ગેરકાયદે બાંધકામો ઉપર કોઈ પગલાં લેવાતા નથી.

મહત્ત્વની વાત તો એ છે કે આટલું મોટા ગજાનું બાંધકામ ગેરકાયદે થયું ત્યાં સુધી જવાબદાર અધિકારીઓ ક્યાં હતાં. કહેવાય છે કે ચોક્કસ વ્યક્તિ દ્વારા ભ્રષ્ટાચારની બહેતી ગંગામાં હાથ ધોવાયા છે. આમ જામનગર મહાનગરપાલિકાના કમિશનરની સૂચનાથી થતી કામગીરીમાં એસ્ટેટ શાખાના જવાબદાર અધિકારી બાંધકામ તોડી પાડવામાં કોની 'લાજ' કાઢે છે? આ કામગીરી હાલ શહેરમાં ટિકાપાત્ર બની છે.

હવામાન

weather

શબ્દવ્યુહ

માર્કેટ યાર્ડ - હાપા, જામજોધપુર, જામનગર બ્રાસ સીટી:

માર્કેટ યાર્ડ - હાપા   ઘઉં ....242 ...383 । મગ ....800 ...1680 । લસણ ....160 ...805 । ચણા। ....160 ...805   માર્કેટ યાર્ડ - જામજોધપુર   કપાસ। ....780 ...937 । જીરૂ। ....2600 ...3125 । અરેંડા। ....650 ...729   જામનગર બ્રાસ સીટી   બ્રાસ હાની ઢાંળો ...315.00 । બ્રાસ હાની વાસંણ ...327.00 । બ્રાસ હાની પાઈપ ...329.00 । બ્રાસ વિલાયતી ....310.00