આઈ૫ીએલ ર૦૧૯ઃ વરૃણ ધવનની બેઝ પ્રાઈઝ હતી ર૦ લાખઃ ર૦૧૯ના આઈપીએલમાં ૮.૪ કરોડની બોલાઈબોલી / જસદણ પેટા ચૂંટણી જંગઃ કુંવરજી બાવળીયા, ભરત બોધરા, અવસર નાકીયા, ભોળાભાઈ ગોહેલ મેદાનમા /

સાધના કોલોની પાસે સ્કૂટરમાં લઈ જવાતી શરાબની નાની અને મોટી છપ્પન બોટલ પકડાઈઃ બેની ધરપકડ

જામનગર તા.૧૩ ઃ જામનગરના સાધના કોલોનીમાંથી પસાર થતા એક સ્કૂટરમાં લઈ જવાતી અંગ્રેજી શરાબની નવ મોટી તથા સુડતાલીસ નાની બોટલ પોલીસે પકડી પાડી છે. આ જથ્થા સાથે બે શખ્સોની ધરપકડ કરી પોલીસે સપ્લાયરનું નામ ઓકાવ્યું છે. ઉપરાંત દરેડ પાસેથી એક શખ્સ બે બોટલ સાથે ઝડપાયો છે અને ભાણવડના ધામણીનેસમાંથી શરાબની સિત્તેર બોટલ પકડાઈ ગઈ છે.

જામનગરના રણજીતસાગર રોડ પર આવેલી સાધના કોલોની પાસે ગઈરાત્રે સિટી-એ ડિવિઝનના પીએસઆઈ આર.બી. ગોજિયા તથા સ્ટાફ દ્વારા કરવામાં આવી રહેલા પેટ્રોલિંગ દરમ્યાન ત્યાંથી પસાર થયેલા જીજે-૧૦-સીએમ ૨૧૬૯ નંબરના એક્સેસ સ્કૂટરને શકના આધારે રોકવામાં આવ્યું હતું.

આ સ્કૂટરની પોલીસે તલાશી લેતા તેની ડેકીમાંથી ભારતીય બનાવટના અંગ્રેજી શરાબની નવ બોટલ તથા સુડતાલીસ ચપલા મળી આવ્યા હતા. પોલીસે સ્કૂટર પર જઈ રહેલા દિ. પ્લોટ શેરી નં.પ૪માં વિશ્રામ વાડી પાછળ રહેતા જીજ્ઞેશ વિનોદભાઈ ખીચડા ઉર્ફે જીગા કચ્છી ભાનુશાળી તથા સાધના કોલોનીમાં રહેતા સદામહુસેન અબ્દુલ બ્લોચની ધરપકડ કરી શરાબના જથ્થા અને સ્કૂટર સહિત રૃા.૩૯ર૦૦નો મુદ્દામાલ કબજે કર્યાે છે. બન્નેની પૂછપરછ કરાતા તેઓએ ઉપરોક્ત જથ્થો પ્રફુલ્લ નામના શખ્સ પાસેથી લીધો હોવાની કબૂલાત આપતા પોલીસે પ્રફુલ્લના મોબાઈલ નંબર મેળવી તેની શોધ શરૃ કરી છે.

જામનગર નજીકના દરેડના જીઆઈડીસી ફેસ-૩માંથી ગઈકાલે રાત્રે માઈસ્ટ્રો સ્કૂટર લઈને જતાં મુંગણી ગામના ક્રિપાલસિંહ બનેસંગ કંચવા નામના શખ્સને પોલીસે રોકાવી સ્કૂટરની ડેકીની તલાશી લેતા તેમાંથી અંગ્રેજી શરાબની બે બોટલ નીકળી પડી હતી. પોલીસે બોટલ તથા જીજે-૧૦-સીએ ૭૮૮૪ નંબરનું સ્કૂટર કબજે કરી ક્રિપાલસિંહની ધરપકડ કરી છે. આ શખ્સ સામે પો.કો. શોભરાજસિંહ જાડેજાએ પંચકોશી-બી ડિવિઝન પોલીસ સ્ટેશનમાં ગુન્હો નોંધાવ્યો છે.

ભાણવડ તાલુકાના ધામણીનેસ વિસ્તારમાં ગઈકાલે પીએસઆઈ એચ.આર. કુવાડિયા તથા સ્ટાફે પૂર્વ બાતમીના આધારે દરોડો પાડયો હતો ત્યાં આવેલા ભાદાભાઈ રાજાભાઈ મોરીના રહેણાંકના સ્થળે પોલીસે તલાશી લેતા ત્યાંથી ભારતીય બનાવટના અંગ્રેજી શરાબની સિત્તેર બોટલ મળી આવી છે. પોલીસે રૃા.ર૮ હજારની બોટલ કબજે કરી છે. જ્યારે દરોડા પહેલા ભાદા મોરી નાસી જવામાં સફળ થયો હતો તેની પોલીસે શોધખોળ શરૃ કરી છે.

હવામાન

weather

શબ્દવ્યુહ

માર્કેટ યાર્ડ - હાપા, જામજોધપુર, જામનગર બ્રાસ સીટી:

માર્કેટ યાર્ડ - હાપા   ઘઉં ....242 ...383 । મગ ....800 ...1680 । લસણ ....160 ...805 । ચણા। ....160 ...805   માર્કેટ યાર્ડ - જામજોધપુર   કપાસ। ....780 ...937 । જીરૂ। ....2600 ...3125 । અરેંડા। ....650 ...729   જામનગર બ્રાસ સીટી   બ્રાસ હાની ઢાંળો ...315.00 । બ્રાસ હાની વાસંણ ...327.00 । બ્રાસ હાની પાઈપ ...329.00 । બ્રાસ વિલાયતી ....310.00