ગાંધીનગરઃ છત્રાલની બેંકમાં ફાયરિંગઃ ત્રણ શખ્સોએ ચલાવી લૂંટઃ એકાદ કરોડ રૃપિયા લૂંટાયા હોવાની શક્યતા / પ્રધાનમંત્રી મોદીએ આપી ફરી ચેતવણીઃ છુપાઈ નહીં શકે પુલવામાના ગુનેાગારઃ સજા જરૃર મળશે / વિમાનમાં ખામી સર્જાઈઃ શહીદોના મૃતદેહો પટનાના એરપોર્ટ પર અટવાયા / નવજોત સિદ્ધુને પાકિસ્તાન પ્રેમ પડયો ભારેઃ ધ કપિલ શર્માના શો માથી થઈ હક્કાલ પટ્ટી /
જામનગર તા.૧૩ ઃ જામનગરમાં ગોકુલનગરમાં એક વકીલ તથા તેમના ભાઈ પર થયેલા હુમલાના બનાવના પગલે આજે નગરનું વકીલ મંડળ એસપીને આવેદનપત્ર પાઠવશે.
જામનગરના ગોકુલનગર વિસ્તારમાંથી પસાર થતા એડવોકેટ યજુર્વેન્દ્રસિંહ જાડેજા તથા તેમના ભાઈ શક્તિસિંહ પર એક દુકાન લેવાની બાબતનો ખાર રાખી જગદીશગીરી બાવાજી તથા અન્ય છ શખ્સોએ હુમલો કર્યાે હતો. આ વેળાએ મસીતિયાના એક શખ્સે હવામાં બે રાઉન્ડ ફાયરીંગ કર્યું હતું જેની પોલીસમાં ફરિયાદ નોંધાવાઈ હતી.
વકીલ પર થયેલા હુમલાથી વ્યથિત બનેલા જામનગરના વકીલ મંડળ દ્વારા આજે સાંજે પાંચ વાગ્યે મંડળના પ્રમુખ ભરતભાઈ સૂવા, સેક્રેટરી ભાવિન ભોજાણીના વડપણ હેઠળ જિલ્લા પોલીસવડાને આવેદન પાઠવવામાં આવશે.