પંડયા બ્રધર્સે ધોનીની કારથી પણ મોંઘી કાર ખરીદીઃ તસ્વીરો સોશ્યલ મિડીયા પર થઈ વાઈરલ / ગભરાયેલા પાકિસ્તાને ફરી નૌશેરામાં સીઝફાયરનું કર્યું ઉલ્લંઘનઃ એક જવાન શહીદ /

કાલિન્દી શાળાના ટ્રસ્ટીની અઘટિત માગણીથી રાજીનામું ધરી દેનાર મહિલા શિક્ષિકાએ વર્ણવી વિતક

જામનગર તા.૧૦ ઃ જામનગરની કાલિન્દી શાળાના એક શિક્ષિકાએ એક ટ્રસ્ટીની અઘટિત માગણીથી કંટાળી પોલીસમાં ફરિયાદ કર્યા પછી હજુ તેણીને ધમકીઓ અપાતી હોવાની વિગતો આજે 'નોબત' કાર્યાલયે આવીને આપી હતી. આ શિક્ષિકાએ પોતાને રક્ષણ આપવા તેમજ ઉચ્ચકક્ષાની તપાસની માગણી સાથે વડાપ્રધાનને પત્ર લખી કેટલીક વિગતો આપી છે.

જામનગરના રણજીતસાગર રોડ પર આવેલી કાલીન્દી શાળામાં છેલ્લા ચારેક વર્ષથી માધ્યમિક અને ઉચ્ચત્તર માધ્યમિક વિભાગમાં શિક્ષિકા તરીકે ફરજ બજાવતા એક મહિલાએ થોડા દિવસો પહેલા શાળામાંથી અચાનક જ રાજીનામું આપી દઈ આ શાળાના ટ્રસ્ટી મયુર મુંગરા સામે ચોંકાવનારા આક્ષેપ કરતી ફરિયાદ નોંધાવી હતી.

આ ફરિયાદમાં તેણીએ જણાવ્યા મુજબ તે શિક્ષિકાને ટ્રસ્ટી મયુર અવારનવાર અભદ્ર માગણીઓ કરી દબાણ લાવતો હતો અને જો તેણી તાબે ન થાય તો બદનામ કરવા અને નોકરીમાંથી હાંકી કાઢવાની ધમકી આપતો હતો જેના કારણે આ શિક્ષિકાએ જાતે જ રાજીનામું આપી દીધું હતું તે પહેલા પંદરેક દિવસ અગાઉ જ્યારે શિક્ષિકા ફરજ પર હતા ત્યારે પોતાની ઓફિસમાં બોલાવી મયુર મુંગરાએ અઘટિત માગણી કરતા અને મારવા માટે સ્ટમ્પ પણ ઉપાડતા તેણીએ તાત્કાલિક રાજીનામું આપી પોલીસમાં ફરિયાદ નોંધાવી હતી.

ઉપરોક્ત બાબતે આજે પોતાની વિતક વર્ણવવા માટે 'નોબત' કાર્યાલયે આવેલા શિક્ષિકાએ જણાવ્યું છે કે, મયુર મુંગરા પોતાની શાળામાં ફરજ બજાવતી અમૂક શિક્ષિકાઓને આવી રીતે દબાવવાનો પ્રયાસ કરતો હોવાની કેટલીક ઓડિયો ક્લિપ પણ બહાર આવી છે ત્યારે હાલમાં આ મુદ્દે સમાધાન કરી લેવા માટે તેણીને ફોન કરવામાં આવે છે અને દબાણ સર્જવામાં આવે છે. આ મહિલાને આપવાની થતી એક મહિનાની સેલેરી તેમજ અનુભવનું સર્ટીફિકેટ આપવાનો પણ ઈન્કાર કરાયો હતો, પરંતુ પોલીસમાં ફરિયાદ થયા પછી સેલેરી તો ચૂકવી દેવામાં આવી છે, પરંતુ પોતાને વગદાર ગણાવતો મયુર મુંગરા સમાધાન માટે દબાણ કરે છે.

વધુમાં તેઓએ જણાવ્યું છે કે, આ શાળામાં મોટાભાગે મહિલા શિક્ષિકાઓ જ ફરજ બજાવી રહ્યા છે ત્યારે આવી રીતે તેણીની સાથે સતામણી કરવામાં આવી છે અને પોતે તેને તાબે થયા નથી ત્યારે જો કડક રીતે તપાસ કરવામાં આવે તો અન્ય કેટલીક શિક્ષિકાઓ સાથે પણ મયુર મુંગરાએ કરેલા દૂવ્યવહારની વિગતો પણ પ્રકાશમાં આવી શકે તેમ છે.

પોતાના પરિવારને કોઈપણ પ્રકારની ક્ષતિ ન પહોંચે તે માટે આ શિક્ષિકાએ વડાપ્રધાનને પત્ર લખી રજૂઆત કરવા ઉપરાંત પોલીસ રક્ષણ આપવાની પણ માગણી કરી છે અને અગાઉ જેવી રીતે એક યુનિવર્સિટીના ડાયરેકટરનું કૌભાંડ બહાર આવ્યું હતું તે રીતે અને કેટલાક ધર્મગુરૃઓ જે રીતે સ્ત્રીઓના શોષણ સાથે સંકળાઈ જેલમાં પહોંચ્યા છે તે રીતે અને કચ્છના એક રાજકારણીનું કૌભાંડ પણ હાલમાં બહુચર્ચિત બન્યું છે ત્યારે મયુર મુંગરા વિરૃદ્ધ પણ જો તપાસ કરવામાં આવે તો આ પ્રકારના કૌભાંડનો પર્દાફાશ થઈ શકે તેમ છે તેથી આ બાબતની ઉચ્ચસ્તરીય તપાસ કરવી જોઈએ.

હવામાન

weather

શબ્દવ્યુહ

MARKET

માર્કેટ યાર્ડ - હાપા, જામજોધપુર, જામનગર બ્રાસ સીટી:

માર્કેટ યાર્ડ - હાપા   ઘઉં ....242 ...383 । મગ ....800 ...1680 । લસણ ....160 ...805 । ચણા। ....160 ...805   માર્કેટ યાર્ડ - જામજોધપુર   કપાસ। ....780 ...937 । જીરૂ। ....2600 ...3125 । અરેંડા। ....650 ...729   જામનગર બ્રાસ સીટી   બ્રાસ હાની ઢાંળો ...315.00 । બ્રાસ હાની વાસંણ ...327.00 । બ્રાસ હાની પાઈપ ...329.00 । બ્રાસ વિલાયતી ....310.00
close
Nobat Subscription