દેવભૂમિ દ્વારકા જિલ્લાના દરિયા કિનારે જવા -આવવા પરનો પ્રતિબંધ હટાવવામાં આવ્યો

દેવભૂમિ દ્વારકા તા. ૮ઃ હવામાન વિભાગ દ્વારા 'મહા' વાવાઝોડાની આગાહી કરવામાં આવી હતી જે મુજબ તા. ૬/૧૧ ની મોડી રાત્રિથી તા. ૭/૧૧ અને ૮/૧૧ દરમિયાન દેવભૂમિ દ્વારકા જિલ્લામાં વાવાઝોડાની મહત્તમ અસર થવાની સંભાવના હતી. વાવાઝોડાને પગલે સમગ્ર દરિયા કિનારા તેમજ બીચ જેવા વિસ્તારોમાં તા. ૬/૧૧ થી તા. ૮/૧૧ સુધી કોઈપણ વ્યક્તિને જવા-આવવા ઉપર પ્રતિબંધ ફરમાવવામાં આવ્યું હતો, પરંતુ હાલ હવામાન ખાતાની આગાહી મુજબ દેવભૂમિ દ્વારકા જિલ્લામાં 'મહા' સાયક્લોન આવવાની સંભાવના નહિંવત્ હોવાથી તા. પ/૧૧ નું જાહેરનામું રદ્ કરવામાં આવ્યું છે અને દ્વારકા જિલ્લાના દરિયા કિનારે જવા-આવવા અંગેનો પ્રતિબંધ હટાવવામાં આવ્યો છે.

close
Nobat Varsik Lavajam Yojna 2020-21
close
PPE Kit