દ્વારકા જિલ્લામાં ધો.૧૦-૧૨ ની પૂરક પરીક્ષા અંગે જિલ્લા કલેક્ટરની અધ્યક્ષતામાં બેઠક યોજાઈ

ખંભાળીયા તા. ૧૧ઃ દેવભૂમિ દ્વારકા જિલ્લામાં આગામી તા. ૧૧-૭-૧૯ થી તા. ૧૪-૭-૧૯ ધો. ૧૦ ના બે વિષયોની પરીક્ષા તથા ધો. ૧૨ વિજ્ઞાન પ્રવાહના બે વિષયો તથા સામાન્ય પ્રવાહમાં એક વિષયમાં નાપાસ થયેલા કુલ ૧૭૦૦ જેટલા વિદ્યાર્થીઓની પૂરક પરીક્ષા યોજાનાર હોય તે સંદર્ભમાં જિલ્લા કલેક્ટર ડો. નરેન્દ્રકુમાર મીનાની અધ્યક્ષતામાં બેઠક યોજાઈ હતી.

આ બેઠકમાં આચાર્ય સંઘ, શિક્ષક સંઘ માધ્યમિક, ઉ.મા., વ્યાયામ શિક્ષક સંઘ, બોર્ડના સદસ્ય શ્રી તથા જિલ્લા શિક્ષણાધિકારી એચ.આર.ચાવડા તથા જિ.શિ. કચેરીના શ્રી એચ.કે.ઘેડીયા તથા  વિમલ કિરતસાતા ઉપસ્થિત રહ્યા હતા તથા સ્થળ સંચાલકો પણ ઉપસ્થિત રહ્યા હતા.

જિ.શિ.શ્રી ચાવડાએ ધો. ૧૦-૧૨ની બોર્ડની પૂરક પરીક્ષા અંગેની વિગતો આપતા ધો. ૧૨ સામાન્ય પ્રવાહ માં ૮૯૭ છાત્રો, ૧૨ સાયન્સમાં ૧૦૦ તથા ધો. ૧૦ માં ૬૦૦ જેટલા છાત્રો મળી ૧૭૦૦ જેટલા વિદ્યાર્થી ભાઈ બહેનો માટે ખંભાળીયામાં જ વ્યવસ્થા ગોઠવાઈ છે.

જિલ્લા કલેક્ટર ડો. નરેન્દ્રકુમાર મીનાએ પ્રવચન કરીને શિક્ષકો, આચાર્યોને એક-બે વિષયમાં રહી ગયેલા છાત્રો મહેનત કરીને તેમનું વર્ષ બચે તેવું આયોજન કરવા અપીલ કરી હતી. તમામ ઉપસ્થિત શિક્ષકો, આચાર્યો સાથે ગોષ્ઠી કરીને જિલ્લાની શિક્ષણની સ્થિતિ જાણી હતી. તથા સૂચનો લીધા હતા.

close
Nobat Subscription