સેલવાસમાં વડાપ્રધાન બોલ્યા મહાગઠબંધન મોદી વિરૃધ્ધ નહીં દેશના લોકો વિરૃદ્ધ છે / મહારેલીમાં મમતા બેનર્જીના સ્ટેજ પરથી શત્રુધ્ન સિંહા બોલ્યા સાચુ બોલવું બળવાખોરી કહેવાય તો હું છું બળવાખોર /હાસ્ય લેખક તારક મહેતાના નિધન પછી તેમના પત્ની ઈન્દુ તારક મહેતાનું ૭પ વર્ષની વયે નિધન / યુએસમાં આવ્યું બ્લોક બસ્ટર વાવાઝોડુંઃ કેલિફોર્નીયામાં નિપજયાં પ વ્યક્તિના મૃત્યુઃ ૧૦ કરોડ લોકો પર જોખમ / ર૩૭ પેસેન્જર સાથે ગુમ થયેલા એમએચ- ૩૭૦ પ્લેનનો ભેદ ઉકેલાશે? પ્લેન ક્રેશ થયાનો વડિયો મળ્યો /

જામનગરમાં વૃદ્ધાને બાંધી બંગલામાં ચલાવાયેલી લૂંટનો ભેદ ઉકેલાયોઃ બે શખ્સોને ઉપાડી લેતી એલસીબી

જામનગર તા.૧૬ ઃ જામનગરના દિગ્વિજય પ્લોટમાં આવેલા એક બંગલામાં એકલા રહેતા વૃદ્ધાને મોડીરાત્રે બે બુકાનીધારીઓએ સાડી વડે બાંધી દીધા પછી માર મારી છરી બતાવી ભયભીત કરી બંગલામાંથી ૧૧૫ તોલા વજનના સોનાના દાગીના ઉપરાંત રોકડ રકમ, ચાંદી તેમજ ઈમિટેશનના દાગીના, મોબાઈલની લૂંટ કર્યાના બનાવનો એલસીબીએ પર્દાફાશ કર્યાે છે. મોબાઈલ કે સીસીટીવી દ્વારા આ ગુન્હામાં ટેકનોલોજીકલ મદદ મળી ન હોવા છતાં માત્ર મજબૂત ખબરી નેટવર્કના કારણે એલસીબીએ આ બનાવનો ભેદ ઉકેલ્યો છે. ગઈકાલે એસ.ટી. ડેપો પાસેથી બે રીઢા ગુન્હેગારોને લૂંટમાં ગયેલા મુદ્દામાલમાંથી પોણા અઠ્ઠયાવીસ લાખના મુદ્દામાલ સાથે એલસીબીએ ઉપાડી લીધા છે. એસપીએ એલસીબીના બન્ને પોલીસકર્મી સહિતના સમગ્ર સ્ટાફને બિરદાવ્યો છે.

જામનગરના દિગ્વિજય પ્લોટ શેરી નં.૭/૮માં આવેલા જયંતિભાઈ જે. કનખરા (દસ નંબરી)ના રિદ્ધિ સિદ્ધિ નામના બંગલામાં એકલા વસવાટ કરતા જયંતિભાઈના વિધવા શારદાબેન (ઉ.વ.૭પ) ગઈ તા.૧૨ની રાત્રે પોતાના શયનખંડમાં નિદ્રાધીન થયા પછી રાત્રે ત્રણેક વાગ્યે મોઢા પર બુકાની બાંધી બંગલામાં પ્રવેશેલા બે શખ્સોએ આ વૃદ્ધાને સાડી વડે મુશ્કેટાટ બાંધી દઈ મુંઢ માર માર્યા પછી છરી બતાવી ભયભીત કર્યા હતા. આ શખ્સોએ બંગલામાં રહેલા કબાટમાંથી અંદાજે ૧૧પ તોલા વજનના સોનાના દાગીના, એક મોબાઈલ, ચાંદીના દાગીના તેમજ ગોલ્ડ ઈમિટેશનના ૭૧૫ ગ્રામ વજનના દાગીના અને રોકડ રકમની લૂંટ કરી પોબારા ભણી લીધા હતા.

આ શખ્સોના રવાના થયા પછી શારદાબેને બંધનમાંથી મુક્ત થવા માટે વલખા મારી નજીકમાં પડેલા વાસણો પડાછડયા હતા અને મોઢામાં મુંદો હોવા છતાં ગુંગળાયેલા અવાજે ચીસ પાડી હતી જેના પગલે પાડોશીઓ દોડી આવ્યા હતા. તેઓએ આ વૃદ્ધાના હિરજી મિસ્ત્રી રોડ પર પ્રેરણા એપાર્ટમેન્ટમાં રહેતા પૌત્ર મિતેશભાઈ મુકેશભાઈ કનખરાને તથા ભાનુશાળી જ્ઞાતિના પ્રમુખ કિરીટભાઈ ભદ્રાને જાણ કર્યા પછી પોલીસને પણ જાણ કરી હતી.

જાણના પગલે દોડી આવેલા એસપી પ્રદીપ સેજુળ, એએસપી ઉમેશ પટેલ, સિટી-એ ડિવિઝનના પીઆઈ કે.આર. સકસેના, એલસીબી પીઆઈ આર.એ. ડોડિયા સહિતના પોલીસ કાફલાએ ડોગ સ્કવોડ તથા એફએસએલની મદદ મેળવી લૂંંટારૃઓના સગડ મેળવવાનું શરૃ કર્યું હતું. ત્રણ માળના આ બંગલામાં કે આજુબાજુમાં ક્યાંય સીસીટીવી કેમેરા ન હોય પોલીસે આ બંગલામાં ટેકનોલોજીની કોઈ મદદ ન હોવા છતાં લૂંટારૃઓના શારીરિક બાંધાના વર્ણન પરથી તપાસનો ધમધમાટ શરૃ કર્યાે હતો.

તે દરમ્યાન એસપી સેજુળે આ બનાવનો ભેદ ઉકેલવા એલસીબીના સ્ટાફની ત્રણ ટીમની રચના કરી હતી. આ ટૂકડીઓએ અગાઉ લૂંટ, ઘરફોડ ચોરીમાં પકડાયેલા શખ્સોની હાલની પ્રવૃત્તિ પર બાજનજર ગોઠવી હતી. તે દરમ્યાન એલસીબીના વસરામભાઈ આહિર તથા બશીરભાઈ મલેકને આ લૂંટમાં સંડોવાયેલા શખ્સો નગરના એસ.ટી. ડેપો પાસે આવ્યા હોવાની અને તેઓ લૂંટમાં મેળવેલા દાગીનાઓ લઈ રાજકોટ અથવા અમદાવાદ તરફ જવાની પેરવી કરતા હોવાની ચોક્કસ બાતમી મળતા પીઆઈ આર.એ. ડોડિયાએ તેનાથી વાકેફ કરી એલસીબીના કાફલાએ વોચ ગોઠવી હતી. આ વેળાએ સલાયાનો એજાઝ રઝાક વાઘેર તથા નગરની સુમરા ચાલીમાં વસવાટ કરતો યુસુફ આમદ સુમરા ઉર્ફે છાપરી નામના બે શખ્સો શંકાસ્પદ હાલતમાં મળી આવ્યા હતા. આ શખ્સોની તલાશી લેવાતા તેઓના કબજામાંથી ૧૧પ૦ ગ્રામ (૧૧૫ તોલા) વજનના સોનાના દાગીના, રૃા.૬૬ હજાર રોકડા, ચાંદી તથા ગોલ્ડ ઈમિટેશનના ૭૧૫ ગ્રામ વજનના દાગીના અને એક મોબાઈલ તેમજ છરી મળી કુલ રૃા.૨૭,૭૭,૦૦૦નો મુદ્દામાલ મળી આવતા બન્ને શખ્સોની અટકાયત કરી એલસીબી કચેરીએ ખસેડવામાં આવ્યા હતા.

ત્યાં એલસીબીએ આ શખ્સોની વિશિષ્ટઢબે પૂછપરછ કરતા આ બન્ને શખ્સોએ શારદાબેન કનખરાના બંગલામાં ચલાવેલી લૂંટની કબૂલાત આપી છે તેથી એલસીબીએ એસપી સેજુળને તેનાથી વાકેફ કરતા એસપીએ પણ આ શખ્સોની પૂછપરછ કરતા આરોપીઓએ તે બંગલામાં ત્રણ દિવસ સુધી રેકી કર્યા પછી લૂંટ ચલાવી હોવાની કબૂલાત આપી છે. આરોપીઓ પૈકીનો એજાઝ ઉર્ફે એજલો વાઘેર અગાઉ ઘરફોડ લૂંટ, મારામારી તેમજ યુસુફ સુમરા હત્યા, હત્યાની કોશિષ, પીક પોકેટીંગ અને મારામારી જેવા ગુન્હામાં સંડોવાયો હતો. એલસીબીએ બન્ને શખ્સોની વિધિવત ધરપકડ કરી પૂછપરછ આગળ ધપાવતા તેઓએ લૂંટની રાત્રિએ બંગલામાં પ્રવેશ કરવા માટે પાછળની દીવાલ ટપી કાચની બારી ખોલી નાખી તેમાંથી હાથ નાખી બાજુમાં જ આવેલા દરવાજાની સ્ટોપર ખોલ્યાની અને ત્યાર પછી રૃમનો દરવાજો તોડી લૂંટને અંજામ આપ્યો હોવાનું પોલીસ સમક્ષ કબૂલ્યું છે.

આરોપીઓને ગઈકાલે એસપી સેજુળ, એએસપી ઉમેશ પટેલ તથા એલસીબી પીઆઈ આર.એ. ડોડિયાએ પત્રકારો સમક્ષ ઉપસ્થિત કરી લૂંટની સિલસિલાબધ્ધ વિગતો આપી હતી. જ્યારે એસપી સેજુળે આ ગુન્હામાં સીસીટીવી કે અન્ય કોઈ ટેકનોલોજીની મદદ ન મળી હોવા છતાં માત્રને માત્ર બાતમીદારોના મજબૂત નેટવર્કથી એલસીબીના સ્ટાફે ગુન્હાનો ભેદ ઉકેલ્યો હોય, શાબાશી આપી હતી. એલસીબીએ બન્ને શખ્સો પાસેથી બાકીનો મુદ્દામાલ રી-કવર કરવા માટે તેઓને રિમાન્ડ પર લેવાની તજવીજ હાથ ધરી છે. આ કાર્યવાહીમાં પીઆઈ આર.એ. ડોડિયા, પીએસઆઈ વી.એમ. લગારિયા, વી.વી. વાગડિયા, સ્ટાફના જયુભા ઝાલા, વસરામભાઈ આહિર, બશીરભાઈ મલેક, હરપાલસિંહ સોઢા, હરેન્દ્રસિંહ જાડેજા, ભરતભાઈ પટેલ, નાનજીભાઈ પટેલ, ગજેન્દ્રસિંહ જાડેજા,  શરદ પરમાર, સુરેશભાઈ ડાંગર, નિર્મળસિંહ બી. જાડેજા, ભગીરથસિંહ સરવૈયા, હરદીપ ધાધલ, નિર્મળસિંહ એસ. જાડેજા, દિનેશભાઈ ગોહિલ, કમલેશ ગરસર, લક્ષ્મણ ભાટિયા, એ.બી. જાડેજા, અરવિંદગીરી, મિતેશ પટેલ સાથે રહ્યા હતા.

હવામાન

weather

શબ્દવ્યુહ

માર્કેટ યાર્ડ - હાપા, જામજોધપુર, જામનગર બ્રાસ સીટી:

માર્કેટ યાર્ડ - હાપા   ઘઉં ....242 ...383 । મગ ....800 ...1680 । લસણ ....160 ...805 । ચણા। ....160 ...805   માર્કેટ યાર્ડ - જામજોધપુર   કપાસ। ....780 ...937 । જીરૂ। ....2600 ...3125 । અરેંડા। ....650 ...729   જામનગર બ્રાસ સીટી   બ્રાસ હાની ઢાંળો ...315.00 । બ્રાસ હાની વાસંણ ...327.00 । બ્રાસ હાની પાઈપ ...329.00 । બ્રાસ વિલાયતી ....310.00