દોડતું કૂતરૃં આડુ ઉતરતા બાઈક સ્લીપઃ એક યુવાનનું મૃત્યુ

જામનગર તા. ૧૨ઃ કલ્યાણપુરના રાવલમાં બુધવારે રાત્રે દોડતું કૂતરૃં આડું ઉતરતા બાઈક સ્લીપ થયું હતું. તેના પર જઈ રહેલા માતા-પિતા ઘવાયા છે જ્યારે પુત્રનું ગંભીર ઈજા થવાથી મૃત્યુ નિપજ્યું છે.

કલ્યાણપુર તાલુકાના રાવલ ગામના હનુમાનધાર પાસે રહેતા પરબતભાઈ ચનાભાઈ ગામીત બુધવારે રાત્રે પત્ની મંજુબેન તથા પુત્ર જયેશ સાથે જીજે-૧૦-બીએલ-૩૭૫૦ નંબરના મોટરસાયકલમાં ઘર તરફ જતા હતાં.

આ મોટરસાયકલ જ્યારે કોઠાવાડી પાસે પહોંચ્યું ત્યારે અચાનક એક દોડતું કૂતરૃં આડું ઉતરતા મોટરસાયકલ સ્લીપ થયું હતું. તેના પરથી ફંગોળાયેલા જયેશને કપાળમાં ગંભીર ઈજા થઈ હતી જ્યારે પરબતભાઈ તથા મંજુબેનને સામાન્ય ઈજા થઈ હતી. ત્રણેય ઈજાગ્રસ્તોને દવાખાને ખસેડવામાં આવ્યા પછી ગઈકાલે જયેશનું મૃત્યુ થયું છે. પોલીસે પરબતભાઈની જાણ પરથી તપાસ શરૃ કરી છે.

close
Nobat Varsik Lavajam Yojna 2020-21
close
PPE Kit