જમ્મુના કે.જી. સેક્ટરમાં સીઝ ફાયર ઉલ્લંઘનઃ પાકિસ્તાનના ગોળીબારમાં એક જવાન શહીદ

જમ્મુ તા. ૮ઃ જમ્મુના કે.જી. સેક્ટરમાં પાકિસ્તાની સેનાએ ગત્ રાત્રે નાપાક હરકત કરી હતી અને સીઝ ફાયરનું ઉલ્લંઘન કરીને ગોળીબાર કરતા એક ભારતીય જવાન શહીદ થયો હતો. ભારતીય સેનાના જવાનોએ આકરો જવાબ આપ્યો હતો.

પાકિસ્તાન દ્વારા સીમા પાર સતત સીઝ ફાયરનું ઉલ્લંઘન કરવામાં આવી રહ્યું છે. ગત્ રાત્રે લગભગ ર.૩૦ વાગે પણ પાકિસ્તાન દ્વારા જમ્મુના પૂંછ સ્થિર કે.જી. સેક્ટરમાં સીઝ ફાયરનું ઉલ્લંઘન કરવામાં આવ્યું, જેમાં એક જવાન શહીદ થઈ ગયો. ભારતીય સેનાએ પણ તેની આ હરકતનો આકરો જવાબ આપ્યો હતો.

આ પહેલા ગત્ મંગળવારે પણ પાકિસ્તાને પૂંછ જિલ્લાના કિરની સેક્ટરમાં સંઘર્ષ વિરામનું ઉલ્લંઘન કર્યું હતું. ભારતીય સેનાએ તેની આ હરકતનો આકરો જવાબ આપ્યો હતો. તેની થોડી મિનિટ પછી પાકિસ્તાને ગોળીબારી બંધ કરી દીધી હતી. સૂત્રોના જણાવ્યા મુજબ પાકિસ્તાને કિરની સેક્ટરમાં સવારે ૭.૪૦ વાગે અચાનક ગોળીબાર શરૃ કરી દીધી હતી. પાકિસ્તાને કિર સેક્ટરમાં એલઓસીના છેડે નાના હથિયારો વડે ગોળીબારી કરી યુદ્ધવિરામનું ઉલ્લંઘન કર્યું હતું. ત્યારપછી ભારતીય સેનાએ યોગ્ય સમયે આકરો જવાબ આપ્યો. ત્યારપછી પાકિસ્તાને લગભગ ર૦ મિનિટ પછી ફાયરીંગ બંધ કર્યું હતું.

close
Nobat Varsik Lavajam Yojna 2020-21
close
PPE Kit