પંડયા બ્રધર્સે ધોનીની કારથી પણ મોંઘી કાર ખરીદીઃ તસ્વીરો સોશ્યલ મિડીયા પર થઈ વાઈરલ / ગભરાયેલા પાકિસ્તાને ફરી નૌશેરામાં સીઝફાયરનું કર્યું ઉલ્લંઘનઃ એક જવાન શહીદ /

દબાણ હટાવ ઝુંબેશમાં થોડા કલાકોની રાહત પછી પાછા 'જૈસે થે'ઃ કાર્યવાહીની કોઈ કાયમી અસર દેખાતી નથી

જામનગર તા. ૧૦ઃ જામનગર શહેરમાં છેલ્લા એકાદ અઠવાડિયાથી મહાનગરપાલિકાની એસ્ટેટ શાખા અને ટ્રાફિક પોલીસ વિભાગ દ્વારા દબાણો હટાવના સાથે કડક ટ્રાફિક ઝૂંબેશ ચાલી રહી છે અને શહેરના વિવિધ વિસ્તારોના મુખ્ય ચોક, જાહેર માર્ગો પર રેંકડી-કેબીનો - પથારી રાખીને બિન્દાસ ધંધા કરનારાઓને દૂર કરવાની કામગીરીથી નગરજનોમાં રાહતની લાગણી ફેલાઈ છે અને હપ્તાખોરીના દૂષણ અને રાજકીય ભલામણો કે દાદાગીરી સાથે સર્જાયેલા દબાણો દૂર કરવાની કામગીરીને લોકો આવકારી રહ્યા છે.

પણ 'ખાટલે મોટી ખોટ' એ છે કે આ દબાણકર્તાઓનો તો જીવન મંત્ર 'હમ નહીં સુધરેંગે' હોય કામગીરી કરનારો કાફલો રવાના થાય કે તરત જ પાછા ત્યાંને ત્યાં જ વટભેર ગોઠવાઈ જાય છે અને દબાણ કરી ધંધા શરૃ કરી દયે છે.

જે જે વિસ્તારોના અહેવાલો આવે છે તે વિસ્તારોમાંથી દબાણો હટાવાયા પછી આજે શું પરિસ્થિતિ છે તેનો અભ્યાસ કરવામાં આવે તો આ દબાણકર્તાઓની અવળચંડાઈનો ખ્યાલ આવી જાય !

જી. જી. હોસ્પિટલ સામેના ભાગમાં અને દરવાજા પાસેના માર્ગ પર છકડા રિક્ષાવાળાઓનો ત્રાસ અવિરત જોવા મળે છે. સાંજથી મોડી રાત્રિ સુધી હોસ્પિટલની સામે જ માર્ગ પર ખાવા-પીવાની રેંકડીઓ દુકાનો પાસે ખડકાય જાય છે અને અતિ વ્યસ્ત માર્ગ પર 'જૈસે થે' જેવી સ્થિતિ છે...!!

આ સમસ્યાનો કાયમી ઉકેલ લાવવો જ પડશે... કોઈની પણ શેહ શરમ રાખ્યા વગર જવાબદાર તંત્રએ એક વખત હટાવાયેલ દબાણકર્તા જો ફરીથી ત્યાં જ ઉભા રહીને ત્રાસ ફેલાવે, કાયદા કે નિયમોને ગણકારે નહીં તેવા તત્ત્વો સામે રેંકડી-કેબીન જપ્ત કરવા ઉપરાંત એવી કડક કાર્યવાહી કરવી જોઈએ કે ભવિષ્યમાં ત્યાં કોઈ દબાણ કરવાની હિમ્મત ન કરે...!!

જામનગરમાં શું આ શક્ય બની શકશે...!! મહાનગરપાલિકા અને પોલીસ તંત્ર માટે શહેરની ટ્રાફિક સમસ્યા અને દબાણો મોટો પડકાર છે પણ 'નિયત' અને 'હિમ્મત' દર્શાવાય તો 'નથીંગ ઈસ ઈમ્પોસીબલ'

હવામાન

weather

શબ્દવ્યુહ

MARKET

માર્કેટ યાર્ડ - હાપા, જામજોધપુર, જામનગર બ્રાસ સીટી:

માર્કેટ યાર્ડ - હાપા   ઘઉં ....242 ...383 । મગ ....800 ...1680 । લસણ ....160 ...805 । ચણા। ....160 ...805   માર્કેટ યાર્ડ - જામજોધપુર   કપાસ। ....780 ...937 । જીરૂ। ....2600 ...3125 । અરેંડા। ....650 ...729   જામનગર બ્રાસ સીટી   બ્રાસ હાની ઢાંળો ...315.00 । બ્રાસ હાની વાસંણ ...327.00 । બ્રાસ હાની પાઈપ ...329.00 । બ્રાસ વિલાયતી ....310.00
close
Nobat Subscription