કાશ્મીરના બારામુલ્લા સેક્ટરમાં આવેલી એક મસ્જીદમાં છુપાયેલા આતંકીને સેનાએ કર્યાે ઠાર /સુરેન્દ્રનગરના ચોટીલામાં આવેલા આનંદપુરમાં ગામમાં એક મકાનના ટીવીમાં બ્લાસ્ટ થયા પછી ઘરમાં લાગી આગઃ માતા-પુત્રી થયા ભડથું / ન્યૂઝીલેન્ડમાં બનાવાયો નવો કાયદોઃ લોકો મોલ તથા સુપરમાર્કેટમાં પણ કરી શકશે વોટીંગઃ ગઈ વખતની ચૂંટણીમાં ઓછા પળેલા મતના કારણે લેવાયો નિર્ણય / ગુજરાતના લોકોએ હવે વધુ નહીં જોવી પડે મેઘરાજાની રાહઃ ત્રણ દિવસમાં ગુજરાતમાં મેઘ મહેર થવાની હવામાન વિભાગે કરી આગાહી /

'તિતલી'ની તબાહીઃ ઓડિસામાં ભારે પવન ફૂંકાયોઃ વૃક્ષો-થાંભલાઓ ધરાશાયી

વિશાખાપટ્ટનમ્ તા. ૧૧ઃ ચક્રવાતી વાવાઝોડું તિતલી ઓડિસામાં પ્રવેશ્યું છે, અને ૧૪૦ થી ૧પ૦ કિ.મી.ની ઝડપે પવન ફૂંકાઈ રહ્યો છે. અનેક વૃક્ષો અને થાંભલાઓ પડી ગયા છે, અને કાચા મકાનો પર આફત આવી છે. ભારે વરસાદ પણ પડી રહ્યો છે.

બંગાળના અખાતમાં બનેલા દબાણના કારણે આવેલું ચક્રવાતી વાવાઝોડું 'તિતલી' હવે વધુ ખતરનાક બની ગયું છે.  આ વાવાઝોડાએ ઓડિસામાં પ્રવેશ કર્યો છે. આજે સવારે ઓડિસાના કિનારાના વિસ્તાર ગોપાલપુરમાં આ વાવાઝોડાની તબાહી જોવા મળી હતી. ભયાનક પવનો સાથે ભારે વરસાદ પણ પડી રહ્યો છે. પવનની ઝડપ ૧૪૦ થી ૧પ૦ કિ.મી. પ્રતિકલાક જોવા મળી રહી છે, જેને કારણે વૃક્ષો અને થાંભલાઓનો સોથ વળી ગયો છે. કાચા ઘરો ઉપર આફત આવી પડી છે. ફ્લાઈટ અને ટ્રેનો કેન્સલ કરવામાં આવી છે.

આંધ્રમાં પણ વાવાઝોડાની અસર જોવા મળી રહી છે. ૩ લાખથી વધુ લોકોને સુરક્ષિત સ્થળે મોકલવામાં આવ્યા છે. ઓડિસાના ૧૮ જિલ્લામાં રેડ એલર્ટ જારી કરવામાં આવ્યો છે. આજે સવારે આ વાવાઝોડું સવારે પાંચ વાગ્યે ટકરાયું, જેને કારણે ભારે વરસાદ અને ભારે પવન ફૂંકાઈ રહ્યો છે. ભયાનક પવન ફૂંકાવાને કારણે કાચા મકાનો, વૃક્ષો, વીજળીના થાંભલાઓને ભારે નુક્સાન થયું છે. કેટલાક વિસ્તારોનો સંપર્ક પણ તૂટી ગયો છે. દક્ષિણ-પશ્ચિમ રેલવેએ તિતલી વાવાઝોડાને કારણે અનેક ટ્રેનો કેન્સલ કરી છે અથવા તો ડાયવર્ટ કરી છે. ઓડિસાના કિનારાના વિસ્તારોમાં ભારે પવન ફૂંકાઈ રહ્યો છે. નિચાણવાળા વિસ્તારમાં રહેતા લોકોને સલામત સ્થળે ખસેડવામાં આવી રહ્યા છે.

ઓડિસામાં શાળા-કોલેજોમાં રજા જાહેર કરવામાં આવી છે. વાવાઝોડાને કારણે અનેક સ્થળે ભેખડો ધસી પડી હોવાનું પણ જાણવા મળે છે. હવામાન ખાતાના  કહેવા મુજબ પવનની ઝડપ ૧૬પ કિ.મી. પહોંચશે. ઓડિસા સરકારે વાવાઝોડાને જોતા કેટલાક વિસ્તારોમાં પૂરની પણ ચેતવણી આપી છે. કિનારાના વિસ્તારોમાં હાઈએલર્ટ જાહેર કરવામાં આવેલ છે. આંધ્રમાં પણ ભારે પવન અને વરસાદ પડી રહ્યો છે. કિનારાના વિસ્તારોમાં તિતલીનો કહેર ચાલુ છે. શ્રીકાકુલમ્ જિલ્લામાં ભારે વરસાદ પડી રહ્યો છે અને પવન ફૂંકાઈ રહ્યો છે. આ વાવાઝોડાના કારણે પરિવહન ઠપ્પ થઈ ગયું છે અને જનજીવન ખોરવાઈ ગયું છે.

હવામાન

weather

શબ્દવ્યુહ

MARKET

માર્કેટ યાર્ડ - હાપા, જામજોધપુર, જામનગર બ્રાસ સીટી:

માર્કેટ યાર્ડ - હાપા   ઘઉં ....242 ...383 । મગ ....800 ...1680 । લસણ ....160 ...805 । ચણા। ....160 ...805   માર્કેટ યાર્ડ - જામજોધપુર   કપાસ। ....780 ...937 । જીરૂ। ....2600 ...3125 । અરેંડા। ....650 ...729   જામનગર બ્રાસ સીટી   બ્રાસ હાની ઢાંળો ...315.00 । બ્રાસ હાની વાસંણ ...327.00 । બ્રાસ હાની પાઈપ ...329.00 । બ્રાસ વિલાયતી ....310.00
close
Nobat Subscription