ખંભાળીયાઃ આઠ મુસ્લિમ જમાતના આર્કષક તાજીયા

ખંભાળીયા તા. ૧૧ઃ ખંભાળીયા શહેરના વિવિધ વિસ્તારોમાં મહોરમ નિમિત્તે રાત્રે તાજીયાના ઝુલુસ અને ઢોલ-નગારા સાથે આકર્ષક અને રંગબેરંગી તાજીયાઓ પડમાં આવ્યાં હતાં.

આઠ જમાતના તાજીયા

ખંભાળીયા શહેરના વિવિધ વિસ્તારોમાં કુલ આઠ મુસ્લિમ જમાતો દ્વારા કલાત્મક તાજીયા કાઢવામાં આવે છે. જેમાં ચાંદાણી જમાત, પઠાણ જમાત, સંધિ જમાત, ખુરેશી જમાત, માજોઠી જમાત, ખાટકી જમાત, મકરાણી જમાત તથા પીંજારા જમાતનો સમાવેશ થાય છે.

સંધિ જમાતનો કલાત્મક તાજીયો કરવા માટે યાસીન ઈશાક, મુસ્તાક પઢીયાર, ઈકબાલ હાસમ રુંઝા, સલીમ અલી રૃંઝા ફિરોઝ ઓસમાણ હિંગોરજા વિગેરેએ જહેમત ઉઠાવી હતી તો ખુરેશી જમાતના કલાંત્મક તાજીયા માટે નુરી પટેલ, હુસેનભાઈ, રફીક આમદ જીંદીવાલાએ જહેમત ઉઠાવી હતી. પીંજારા જમાતના તાજીયા માટે હમીદ હાજી પટેલ, યુનુસ ઓસમાણ, અસલમ ઓસમાણ લંઘા, આસીફ ઓસમાણ વિગેરેએ જહેમત ઉઠાવી હતી. પરંપરાગત રીતે યોજાતા માજોઠી જમાતના તાજીયા માટે હારૃન દાઉદ, હબીબ સુમાર, આમદ સુલેમાન, ઈમ્તિયાઝ મામદ, નીઝામ અલારખા, હુસેન આમદે જહેમત ઉઠાવી હતી. આ ઉપરાંત મકરાણી જમાત, ખાટકી જમાત, પઠાણ જમાત, ચાંદાણી જમાતના વિવિધ આગેવાનોએ પણ કલાત્મક તાજીયા બનાવ્યા હતાં.

ભાવિકો ઉમટ્યાઃ સાંજે ઝુલુસ

ખંભાળીયા શહેરમાં વિવિધ સ્થળોએ યોજાયેલા તાજીયા પ્રદર્શન નિહાળવા તથા નાળિયેર પ્રસાદ લેવા ભાવિકો સવારથી ઉમટ્યા હતાં. સાંજે તમામ તાજીયાના ક્રમ પ્રમાણે ઝુલુસ નીકળશે અને લાઈટીંગ તથા ડેકોરેશન સાથે શણગારેલા તાજીયાના પ્રદર્શન નગરગેઈટ પાસે પૂર્ણ થશે. પછી તાજીયા ટાઢા થઈ જાય છે.

આકર્ષક ડોલીઓ

અનેક તાજીયાના સ્થળોએ નાની ડોલીઓ જે યુવાનોએ બનાવીને મહોરમની .જવણી કરી હતી તે પણ આકર્ષણનું કેન્દ્ર બન્યા હતાં. પીંજારા જમાતના તાજીયા પાસે એક શણગારેલો ઘોડો પણ બનાવાયો હતો. આ વર્ષે હજુ વરસાદનું વાતાવરણ હોય, પંડાલ તાલપત્રી તમામ જગ્યાએ રાખવામાં આવી છે.

ગ્રામ્ય વિસ્તારમાં ઉજવણી

ખંભાળીયા શહેર ઉપરાંત તાલુકાના સલાયા, વાડીનાર, ભરાણા, આંબલા, પીર લાખાસર તથા કોટા, કંચનપુર જેવા મુસ્લિમ વસ્તીવાળા ગામોમાં પણ કલાત્મક તાજીયાના ઝુલુસ યોજાયા હતાં.

પો.ઈન્સ. પી.એ. દેકાવાડીયા, પો. સબ ઈન્સ. પી.એ. જાડેજા, પો.સબ ઈન્સ. અનિરૃદ્ધસિંહ, જમાદાર રાજભા જાડેજા વિગેરેએ બંદોબસ્ત ગોઠવ્યો હતો.

(તસ્વીરઃ મુકેશ મોકરીયા)

close
Nobat Varsik Lavajam Yojna 2020-21
close
PPE Kit