લાલપુરની કોલેજમાં અંદાજપત્ર અન્વયે ગોષ્ઠી

લાલપુર તા. ૧૨ઃ લાલપુરની સરકારી આર્ટસ એન્ડ કોમર્સ કોલેજમાં કોમર્સ વિભાગ દ્વારા સરકારના અંદાજપત્ર અંગે વિચાર ગોષ્ઠીનો કાર્યક્રમ યોજાયો હતો.

કોલેજના વિદ્યાર્થીઓએ ડો.બી.એમ.પંચાસરા તથા અન્ય પ્રાધ્યાપકોના માર્ગદર્શન હેઠળ બજેટની જોગવાઈઓ અંગે ચર્ચા કરી વિચારો રજુ કર્યા હતા. ડો. બી.એમ. પંચાસરાએ સમગ્ર બજેટનો સારાંશ રજુ કર્યો હતો. કોલેજના પ્રિન્સીપાલ આશિષભાઈ ચુડાસમાએ વિદ્યાર્થીઓને બિરદાવ્યા હતા. સંચાલન પ્રા. રીટાબેન ઝાખરીયાએ કર્યું હતું. કોલેજના પ્રાધ્યાપકો, સંસ્કૃત વિભાગના અધ્યક્ષ ડો.જે.વી.કરંગીયા, સ્ટાફ ઉપસ્થિત રહ્યા હતા.

close
Nobat Varsik Lavajam Yojna 2020-21
close
PPE Kit