ગાંધીનગરઃ છત્રાલની બેંકમાં ફાયરિંગઃ ત્રણ શખ્સોએ ચલાવી લૂંટઃ એકાદ કરોડ રૃપિયા લૂંટાયા હોવાની શક્યતા / પ્રધાનમંત્રી મોદીએ આપી ફરી ચેતવણીઃ છુપાઈ નહીં શકે પુલવામાના ગુનેાગારઃ સજા જરૃર મળશે / વિમાનમાં ખામી સર્જાઈઃ શહીદોના મૃતદેહો પટનાના એરપોર્ટ પર અટવાયા / નવજોત સિદ્ધુને પાકિસ્તાન પ્રેમ પડયો ભારેઃ ધ કપિલ શર્માના શો માથી થઈ હક્કાલ પટ્ટી /
જામનગર તા. ૧૩ ઃ જામનગરના રણજીતનગરમાં ગઈકાલે વધુ એક મહિલાના પર્સમાં છેકો મારી અજાણી મહિલા રૃા.૯૭૩૦ની રોકડવાળું પાકીટ સેરવી જતાં પોલીસમાં ફરિયાદ કરવામાં આવી છે.
..ખંભાળિયા તાલુકાના વડત્રા ગામના વતની અનેુ હાલમાં રોયલ પુષ્પ પાર્કની શેરી નં.૧માં રહેતા કુંવરબેન સુરેશભાઈ ચાવડા નામના મહિલા ગઈકાલે સવારે રણજીતનગર વિસ્તારમાં આવેલા હુડકા પાસેથી પસાર થતા હતા.
આ મહિલાના હાથમાં રહેલા પર્સમાં અંદાજે ચાલીસેક વર્ષની એક અજાણી સ્ત્રીએ કોઈ ધારદાર વસ્તુથી છેકો મારી તે પર્સમાં રહેલું પાકીટ સેરવી લીધું હતું જેની થોડીવાર પછી કુંવરબેનને જાણ થઈ હતી. તેઓએ રૃા.૯૭૩૦ની રોકડ રકમવાળું આ પાકીટ શોધવાનો પ્રયત્ન કર્યા પછી સિટી-સી ડિવિઝન પોલીસ સ્ટેશનમાં જાણ કરી હતી. આથી દોડી ગયેલા પીએસઆઈ જી.જે. ગામીતે કુંવરબેનની ફરિયાદ પરથી આ સ્ત્રી સામે આઈપીસી ૩૭૯ હેઠળ ગુન્હો નોંધી તપાસ શરૃ કરી છે.