બાળક સાથે દુષ્કર્મના કેસમાં થશે મોતની સજાઃ ૫ોક્સો સંશોધનને કેબિનેટની મળી મંજુરી / યશવંત સિન્હાએ અંતે ભાજપ છોડયુંઃ રાષ્ટ્ર મંચની કરશે સ્થાપના / રાજનાથ્સિંહએ કહ્યું અમે પાક પર પ્રથમ ગોળી નહીં ચલાવીએઃ અને જો તે ચલાવશે તો અમે ગણીશું નહીં /
જામનગર તા.૧૬ ઃ જામનગરમાં ગઈકાલે સવારે ચારેક વર્ષના બે બાળકો રમતા-રમતા પોતાના ઘરથી દૂર ચાલ્યા ગયા પછી પોલીસ સ્ટેશન દોડી આવેલા બન્ને બાળકોના પિતાએ તેઓને શોધી આપવા માટે વિનંતી કરતા પોલીસે મિશન મુસ્કાન હાથ ધરી બન્ને બાળકોને ગણતરીની કલાકોમાં શોધી તેમના પરિવારને સોંપી આપ્યા હતા.
જામનગરના સિટી-સી ડિવિઝન પોલીસ સ્ટેશનમાં દોડી આવેલા માણસુરભાઈ હરસુરભાઈ સોર્યા તથા જેસાભાઈ મેરામણભાઈ ચારણ નામના બે નાગરિકોએ પોતાના ચારણનેસમાં આવેલા રહેણાંકના સ્થળેથી પોતાના બાળકો કાનો માણસુરભાઈ (ઉ.વ.૪) તથા મેહુલ જેસાભાઈ (ઉ.વ.૪) નામના સંતાનો સવારના ભાગમાં ગુમ થયાની પોલીસને રજૂઆત કરી હતી.
આ વેળાએ પોલીસ સ્ટેશનમાં હાજર ઈન્ચાર્જ પીઆઈ જી.જે. ગામીતે આ બાળકોની શોધ શરૃ કરવા માટે તાત્કાલિક અલગ અલગ ટીમો બનાવી તપાસનો ધમધમાટ શરૃ કર્યાે હતો.
તે દરમ્યાન આ બન્ને બાળકો સમર્પણ સર્કલ પાસે આવેલી ટ્રાવેલ્સની એક ઓફિસ પાસે જોવા મળ્યાની વિગત મળતા પોલીસ કાફલો ત્યાં ધસી ગયો હતો જ્યાંથી આ બન્ને બાળકોને સમજાવટપૂર્વક પોતાની સાથે લાવ્યા પછી પોલીસે માણસુરભાઈ તથા જેસાભાઈને તે બાળકોનો ભેટો કરાવતા આ બન્ને વ્યક્તિઓએ ઉપરોકત બાળકો પોતાના સંતાનો હોવાનું જણાવી આંખોમાં હર્ષાશ્રુ સાથે પોલીસનો આભાર વ્યક્ત કર્યાે હતો. મિશન મુસ્કાન હેઠળ હાથ ધરાયેલી આ કામગીરીમાં પીઆઈ ગામીતના માર્ગદર્શન હેઠળ હે.કો. પ્રતિપાલસિંહ, દિલીપ તલાવડિયા, લાભુભાઈ ગઢવી, ધર્મેન્દ્રસિંહ ઝાલા, મહિપાલસિંહ, હિતેન્દ્રસિંહ, રમેશ ચાવડા, હિતેશ મકવાણા, રાજેન્દ્રસિંહ બચુભા સાથે રહ્યા હતા.