આઈ૫ીએલ ર૦૧૯ઃ વરૃણ ધવનની બેઝ પ્રાઈઝ હતી ર૦ લાખઃ ર૦૧૯ના આઈપીએલમાં ૮.૪ કરોડની બોલાઈબોલી / જસદણ પેટા ચૂંટણી જંગઃ કુંવરજી બાવળીયા, ભરત બોધરા, અવસર નાકીયા, ભોળાભાઈ ગોહેલ મેદાનમા /

કાલાવડના ધુનધોરાજી પાસે ખાડો આવતા બાઈક પરથી લપસી પડેલી યુવતીનું મૃત્યુ

જામનગર તા.૧૩ ઃ કાલાવડના ફગાસ ગામ પાસે બાર દિવસ પહેલા મોટરસાયકલ સ્લીપ થતા ફંગોળાયેલા પ્રૌઢનું સારવાર દરમ્યાન મૃત્યુ થયું છે. જ્યારે ધુનધોરાજી ગામ પાસે માર્ગમાં ખાડો આવતા બાઈક પરથી લપસી પડેલી યુવતી પર કાળનો પંજો પડયો છે.

કાલાવડ તાલુકાના મોટી વાવડી ગામના જયંતિભાઈ જીવરાજભાઈ દોંગા નામના સત્તાવન વર્ષના પ્રૌઢ ગઈ તા.૧ની રાત્રે પોતાના મોટરસાયકલ પર ફગાસ ગામના પાટિયા પાસેથી પસાર થતા હતા.

આ વેળાએ કોઈ કારણથી મોટરસાયકલ સ્લીપ થતા તેના પરથી ફંગોળાયેલા જયંતિભાઈને માથા સહિતના શરીરના અન્ય ભાગોમાં ઈજા થઈ હતી. આ પ્રૌઢને બેશુદ્ધ હાલતમાં કાલાવડના સરકારી દવાખાને દાખલ કરવામાં આવ્યા પછી વધુ સારવાર માટે રાજકોટની ખાનગી હોસ્પિટલમાં ખસેડવામાં આવ્યા હતા જ્યાં તેઓનું ગઈકાલે મૃત્યુ નિપજ્યાનું તબીબે જાહેર કરતા કાલાવડ ગ્રામ્ય પોલીસ સ્ટેશનને જાણ કરવામાં આવી છે. જમાદાર એન.એમ. મુંગરાએ મૃતદેહનો કબજો સંભાળી આગળની કાર્યવાહી હાથ ધરી છે.

કાલાવડ તાલુકાના હરિપર ગામના ઈકબાલભાઈ વલીમામદભાઈ સમાની અઢાર વર્ષની પુત્રી નઝમીન ગઈ તા.૯ ફેબ્રુઆરીની સાંજે ધુનધોરાજી ગામ પાસેથી મોટરસાયકલમાં પસાર થતી હતી ત્યારે માર્ગમાં ખાડો આવતા આ વાહન લપસ્યું હતું જેના કારણે નઝમીનને પટકાઈ પડવાથી માથામાં ગંભીર ઈજા પહોંચી હતી. આ યુવતીનું સારવાર દરમ્યાન મૃત્યુ થયું છે. પોલીસે ઈકબાલભાઈ સમાનું નિવેદન નોંધી સીઆરપીસી ૧૭૪ હેઠળ આ બનાવની નોંધ કરી છે.

 

હવામાન

weather

શબ્દવ્યુહ

માર્કેટ યાર્ડ - હાપા, જામજોધપુર, જામનગર બ્રાસ સીટી:

માર્કેટ યાર્ડ - હાપા   ઘઉં ....242 ...383 । મગ ....800 ...1680 । લસણ ....160 ...805 । ચણા। ....160 ...805   માર્કેટ યાર્ડ - જામજોધપુર   કપાસ। ....780 ...937 । જીરૂ। ....2600 ...3125 । અરેંડા। ....650 ...729   જામનગર બ્રાસ સીટી   બ્રાસ હાની ઢાંળો ...315.00 । બ્રાસ હાની વાસંણ ...327.00 । બ્રાસ હાની પાઈપ ...329.00 । બ્રાસ વિલાયતી ....310.00