જામનગર મહાપ્રભુજીની બેઠકના નિજ મંદિરનું સમારકામઃ બહારથી થશે ઝાંખી

જામનગર તા. ૮ઃ પ.પૂ.ગો. ૧૦૮ હરીરાયજી મહારાજ તથા પ.પૂ.ગો. ૧૦૮ વલ્લભરાયજી મહોદયની આજ્ઞાથી જામનગર સ્થિત આચાર્ય શ્રી મહાપ્રભુજીની પ૬મી બેઠકમાં નિજ મંદિરનું સમારકામ ચાલુ કરવામાં આવશે. જેથી તા. ૧૦-૧૧-ર૦૧૯ થી એક માસ સુધી ઝારીજી તથા ચરણસ્પર્શ થઈ શકશે નહીં, માત્ર બહારથી જ ઝાંખી થઈ શકશે. નિજ મંદિરમાં પ્રવેશ કરી શકાશે નહી.

સર્વે વૈષ્ણવ સમાજે આ બાબતની નોંધ લેવા બેઠકજી સેવા સમિતિના રાજુભાઈ નારણદાસ નેગાંધી અને કૃષ્ણકાંત સરૈયા (ટોપણ) દ્વારા અનુરોધ કરવામાં આવ્યો છે.

close
Nobat Varsik Lavajam Yojna 2020-21
close
PPE Kit