દેશનો સૌથી મહત્ત્વપૂર્ણ અને ઐતિહાસિક ચૂકાદો આપનાર પાંચ જ્જો અંગે જાણીએ...

નવી દિલ્હી તા. ૯ઃ આજે જે પાંચ જજોની બેન્ચે દેશનો સૌથી મહત્ત્વપૂર્ણ અને ઐતિહાસિક ચૂકાદો આપ્યો છે, તે બેન્ચના જ્જો અંગે જાણકારી મેળવીએ.

સુપ્રિમ કોર્ટમાં ઐતિહાસિક રામ જન્મભૂમિ-બાબરી મસ્જિદ વિવાદ પર સતત ૪૦ દિવસ સુનાવણી કરવામાં આવી હતી. વર્ષોથી ચાલતા આ કેસનો આજે ઐતિહાસિક ચૂકાદો આવ્યો છે. સુનાવણી સમયે હિન્દુ અને મુસ્લિમ પક્ષકારો દ્વારા આકરી દલીલો કરવામાં આવી હતી. ૪૦ દિવસની સુનાવણી પછી જસ્ટિસની બેન્ચ દ્વારા નિર્ણય અનામત રાખવામાં આવ્યો હતો. ત્યારપછી જસ્ટિસની પેનલ દ્વારા સુપ્રિમ કોર્ટમાં ચેમ્બર બેઠક યોજાઈ હતી. તે પછી આમ, ચીફ જસ્ટિસ રંજન ગોગોઈની આગેવાનીમાં પાંચેય જ્જની બંધારણી બેન્ચે ઐતિહાસિક ચૂકાદો આપ્યો હતો. ચીફ જસ્ટિસ ૧૭-નવેમ્બરે નિવૃત્ત થવાના હોવાથી તે પહેલાં આ કેસનો ચૂકાદો ખૂબ મહત્ત્વનો માનવામાં આવે છે.

આવો, અયોધ્યા મામલે કેસની ચૂકાદો આપનાર આ પાંચ જસ્ટિસ વિશે જાણીએ...

જસ્ટિસ રંજન ગોગોઈ, ચીફ જસ્ટિસ ઓફ ઈન્ડિયા

ચીફ જસ્ટિસ રંજન ગોગોઈ આ બેન્ચની આગેવાની કરી રહ્યાં છે. તેમણે ૩-ઓક્ટોબર-ર૦૧૮ ના રોજ ચીફ જસ્ટિસ ઓફ ઈન્ડિયાનો પદભાર સંભાળ્યો હતો. ૧૮-નવેમ્બર-૧૯પ૪ ના રોજ જસ્ટિસ રંજન ગોગોઈનો જન્મ થયો હતો. તેમણે ૧૯૭૮ માં બાર કાઉન્સીલ જોઈન કર્યુ હતું. તેમણે શરૃઆત ગુવાહાટી કોર્ટથી કરી હતી, ર૦૦૧ માં તેઓ ગુવાહાટી કોર્ટમાં જ્જ બન્યા હતાં.

ત્યારપછી પંજાબ અને હરિયાણા હાઈકોર્ટમાં તેમની ર૦૧૦ માં જ્જ તરીકે નિમણૂક થઈ. ર૦૧૧ માં તેઓ પંજાબ-હરિયાણા હાઈકોર્ટના ચીફ જસ્ટિસ બન્યા. ર૩-એપ્રિલ-ર૦૧ર માં જસ્ટિસ રંજન ગોગોઈ સુપ્રિમ કોર્ટના જ્જ બન્યાં. ચીફ જસ્ટિસ તરીકે તેમના કાર્યકાળમાં તેમણે ઘણાં ઐતિહાસિક કેસના ચૂકાદા આપ્યા છે. તેમાં એનઆરસી અને જમ્મુ-કાશ્મીર કેસની અરજીઓ પણ સામેલ છે.

જસ્ટિસ શરદ અરવિંદ બોબડે (એસ.એ. બોબડે)

આ બેન્ચમાં બીજા જ્જ જસ્ટિસ એસ.એ. બોબડે છે. ૧૯૭૮ માં તેઓ બાર કાઉન્સિલ ઓફ મહારાષ્ટ્રમાં જોડાયા હતાં. ત્યારપછી બોમ્બે હાઈકોર્ટની નાગપુર બેન્ચમાં લો ની પ્રેક્ટિસ કરી, ૧૯૯૮ માં સિનિયર વકીલ બન્યા. વર્ષ-ર૦૦૦ માં તેમણે બોમ્બે હાઈકોર્ટમાં એડિશ્નલ જ્જ તરીકેનો કાર્યભાર સંભાળયો. ત્યારપછી મધ્યપ્રદેશ હાઈકોર્ટના ચીફ જસ્ટિસ બન્યા અને ર૦૧૩ માં સુપ્રિમ કોર્ટના જ્જ તરીકે કમાન સંભાળી હતી. જસ્ટિસ એસ.એ. બોબડે ર૩-એપ્રિલ ર૦ર૧ માં નિવૃત્ત થશે.

જસ્ટિસ ધનંજય યશવંત ચંદ્રચૂડ

જસ્ટિસ ડી.વાય. ચંદ્રચૂડે ૧૩-મે-ર૦૧૬ માં સુપ્રિમ કોર્ટમાં જ્જ તરીકેનો કાર્યભાર સંભાળ્યો હતો. તેમના પિતા જસ્ટિસ યશવંત વિષ્ણુ ચંદ્રચૂડ સુપ્રિમ કોર્ટમાં ચીફ જસ્ટિસ રહી ચૂક્યા છે. જસ્ટિસ ડી.વાય. ચંદ્રચૂડ સુપ્રિમ કોર્ટમાં આવ્યા તે પહેલાં અલ્લાહબાદ હાઈકોર્ટના ચીફ જસ્ટિસ રહી ચૂક્યા છે. તેઓ બોમ્બે હાઈકોર્ટમાં પણ જ્જ તરીકે કાર્યભાર સંભાળી ચૂક્યા છે.

જસ્ટિસ ડી.વાય. ચંદ્રચૂડ દુનિયાની ઘણી મોટી યુનિવર્સિટીમાં લેકચર આપી ચૂક્યા છે. જ્જ તરીકે નિયુક્ત થતા પહેલાં તેઓ દેશના એડિશ્નલ સોલિસિટર જનરલ પણ રહી ચૂક્યા છે. તેઓ સબરીમાલા, ભીમા કોરેગાંવ, સમલૈંગિકતા સહિત ઘણાં મોટા કેસની પેનલમાં રહી ચૂક્યા છે.

જસ્ટિસ અશોક ભૂષણ

જસ્ટિસ અશોક ભૂષણનો જન્મ ઉત્તર પ્રદેશના જૌનપુરમાં થયો હતો. અહીં તેનો ૧૯૭૯ માં યુપી બાર કાઉન્સિલ્માં જોડાયા હતાં. ત્યારપછી અલ્લાહબાદ હાઈકોર્ટમાં વકીલાતની પ્રેકટીસ કરી હતી. તે સિવાય તેમણે અલ્લાહબાદ હાઈકોર્ટમાં ઘણાં પદ સંભાળી ચૂક્યા છે અને ર૦૦૧ માં અહીં જ જ્જ તરીકે નિયુક્ત થયા. ર૦૧૪ માં તેઓ કેરળ હાઈકોર્ટના જ્જ નિમાયા અને ર૦૧પ માં અહીં ચીફ જસ્ટિસ બન્યા. ૧૩-મે-ર૦૧૬ માં તેમણે સુપ્રિમ કોર્ટના જ્જ તરીકેનો કાર્યભાર સંભાળ્યો.

જસ્ટિસ અબ્દુલ નઝીર

અયોધ્યા મામલે બેન્ચમાં સામેલ જસ્ટિસ અબ્દુલ નઝીરે ૧૯૮૩ માં વકીલાત શરૃ કરી હતી. તેમણે કર્ણાટક હાઈકોર્ટમાં પ્રેક્ટિસ કરી. ત્યારપછી ત્યાં જ એડિશ્નલ જ્જ અને પરમેનેન્ટ જ્જનો કાર્યભાર સંભાળ્યો. ૧૭-ફેબ્રુઆરી-ર૦૧૭ માં તેમણે સુપ્રિમ કોર્ટમાં જ્જ તરીકેનો કાર્યભાર સંભાળ્યો હતો.

નોંધનીય છે કે, સુપ્રિમ કોર્ટ તરફથી પહેલાં આ ઐતિહાસિક કેસમાં મધ્યસ્થતીનો રસ્તો અપનાવવાનું કહેવામાં આવ્યું હતું. પરંતુ તે પેનલને સફળતા ન મળી. ત્યારપછી ૬-ઓગસ્ટથી સુપ્રિમકોર્ટમાં આ કેસમાં કોર્ટે સપ્તાહમાં પાંચ દિવસ આ કેસની દરરોજ સુનાવણી કરી અને છેલ્લા અમુક દિવસોમાં સુનાવણીમાં એક કલાક પણ વધારી દેવામાં આવ્યો હતો.

close
Nobat Varsik Lavajam Yojna 2020-21
close
PPE Kit