ચીનની વધુ એક અવળચંડાઈઃ બ્રહ્મપુત્રા નદીનું વહેણ રોકતાં આસામ અને અરૃણાચલ પ્રદેશમાં ગંભીર પુર સંકટ  / અમૃતસરમાં બનેલા ટ્રેન અકસ્માતમાં રાવણનું પાત્ર ભજવનારનું પણ નિપજયું મૃત્યુ / મુખ્યમંત્રી વિજય રૃપાણીના માથે વધુ એક સંકટઃ એકતા યાત્રા રહી ફ્લોપઃ ભાજપના જ બે સાંસદો રહ્યા ગેર હાજરઃ પ્રધાનમંત્રીના કાર્યક્રમ માટે ભાગદોડ /

જામનગર જિલ્લામાં વરસાદ થતા સુધી ચાલે તેટલો પાણીનો પુરવઠો ઉપલબ્ધ છેઃ રવિશંકર

જામનગર તા. ૧૩ઃ જિલ્લા પાણી સમિતિ-ર૦૧૮ ની ૧પ મી બેઠક જિલ્લા કલેક્ટર કચેરીના સભાખંડમાં જિલ્લા કલેક્ટર રવિશંકરના અધ્યક્ષસ્થાને યોજવામાં આવી હતી. આ બેઠકમાં જામનગર શહેર નગરસીમ વિસ્તાર તથા જિલ્લાના તમામ તાલુકાઓમાં હાલની પીવાના પાણીની તથા ઘાસચારાની પરિસ્થિતિ અંગે સમિક્ષા કરવામાં આવી હતી.

આ બેઠકમાં જિલ્લા કલેક્ટર રવિશંકર દ્વારા નગરપાલિકા વિસ્તારમાં પીવાના પાણી માટે ઈન્ફ્રાસ્ટ્રક્ચર ૧૦૦  ટકા ક્ષમતા ઉપર ચાલુ રાખવા ચીફ ઓફિસરોને સૂચના આપવામાં આવી હતી. ચોમાસા દરમિયાન ગામેગામ ઈલેક્ટ્રીસિટી ચાલુ રહે તે માટે સંલગ્ન અધિકારીઓને યોગ્ય કામગીરી કરવા જણાવ્યું હતું. ડીસલ્ટીંગના કામો વરસાદ ન પડે ત્યાં સુધી ચાલુ રાખવા તેમજ વધુમાં જણાવ્યું હતું કે, વહીવટી તંત્ર દ્વારા પાણીના વપરાશ પર આગોતરૃ આયોજન કરવામાં આવેલ હોય, હાલ જિલ્લામાં વરસાદ ન આવે ત્યાં સુધી પીવાના પાણીની મુશ્કેલી ઊભી થશે નહીં. પીવાના પાણીનો જથ્થો પૂરતા પ્રમાણમાં ઉપલબ્ધ છે. નર્મદાના પાણી તથા તળાવ, ડેમોમાં પાણી ચોરી ન થાય તે અંગે ખાસ જોવા પાણી પુરવઠા અધિકારીઓને જરૃરી માર્ગદર્શન અને સૂચનો કર્યા હતાં. હાલમાં જિલ્લામાં ફોરેસ્ટ વિભાગ અને મહેસુલ વિભાગ હસ્તકનો ઘાસચારાનો જે જથ્થો ઉપલબ્ધ છેતેની યોગ્ય રીતે જાળવણી રાખવામાં આવેલ છે. મહાનગરપાલિકા અને નગરપાલિકાના અધિકારીઓને નિયમિત રોજ સવારે પાણી મળી રહે તે અંગેનું આયોજન કરવા જણાવવામાં આવ્યું હતું. જામનગર જિલ્લામાં હાલમાં કુલ ૧૪ ગામ તથા ર૬ પરા વિસ્તારમાં ૧૦ હજાર લીટરના કુલ ૯૭.પ૦ ફેરા ટેન્કરથી વિતરણ કરવામાં આવી રહ્યું છે.

બેઠકમાં વિકાસ અધિકારી પરીક, નિવાસી અધિક કલેક્ટર કેલૈયા, ડીઆરડીએ નિયામક ગાંધી, પાણી સમિતિના સભ્યો તેમજ સંલગ્ન વિભાગના અધિકારીઓ ઉપસ્થિત રહ્યા હતાં.

હવામાન

weather

શબ્દવ્યુહ

માર્કેટ યાર્ડ - હાપા, જામજોધપુર, જામનગર બ્રાસ સીટી:

માર્કેટ યાર્ડ - હાપા   ઘઉં ....242 ...383 । મગ ....800 ...1680 । લસણ ....160 ...805 । ચણા। ....160 ...805   માર્કેટ યાર્ડ - જામજોધપુર   કપાસ। ....780 ...937 । જીરૂ। ....2600 ...3125 । અરેંડા। ....650 ...729   જામનગર બ્રાસ સીટી   બ્રાસ હાની ઢાંળો ...315.00 । બ્રાસ હાની વાસંણ ...327.00 । બ્રાસ હાની પાઈપ ...329.00 । બ્રાસ વિલાયતી ....310.00