નર્મદા ડેમની જળ સપાટી ૧૨ કલાકમાં ૩ર સેન્ટિમીટર વધીને ૧૧૧.૩૦ સે.મી. થઈ / અમદાવાદમાં ચાર ઈંચ વરસાદઃ વેજલપુરમાં સૌથી વધુ સાડા પાંચ ઈંચ વરસાદ પડયોઃ રાજકોટ સહિત સમગ્ર સૌરાષ્ટ્રમાં ધીમીધારે મેઘરાજાનું આગમનઃ જસદણ-વિંછીયા પંથકમાં ત્રણ ઈંચ પાણી પડયું / કેરળમાં પુરનો પ્રકોપ યથાવતઃ ૧૬૭ લોકોએ ગુમાવ્યા જીવઃ હજુ પણ રેડ એલર્ટ જાહેર / બે મહાપુરૃષો વચ્ચે ગજબનો યોગાનુયોગઃ પ્રમુખ સ્વામી મહારાજ અને અટલજીના એક જ દિવસે અંતિમ સંસ્કાર /

ખંભાળિયા-જામનગર ધોરીમાર્ગ પર બે મોટર અથડાઈ

જામનગર તા.૧૦ઃ ખંભાળિયા-જામનગર ધોરીમાર્ગ પર બે મોટર સામસામી અથડાઈ પડતા એક મહિલા સહિત ત્રણ વ્યક્તિઓને ઈજા થઈ છે.

ખંભાળિયાથી જામનગર તરફના ધોરીમાર્ગ પર આવેલા કજુરડા ગામ પાસેથી મહેસાણા જિલ્લાના કડી ગામના પ્રશાંતભાઈ નટવરલાલ વાઘેલા પોતાના પરિવાર સાથે મોટરમાં પસાર થઈ રહ્યા હતા ત્યારે સામેથી પૂરઝડપે ધસી આવેલી જીજે-૯-બીબી ૯૬૯ નંબરની મોટરે ધડાકાભેર અકસ્માત સર્જયો હતો.

આ અકસ્માતમાં પ્રશાંતભાઈની મોટરના ચાલક કરણભાઈ તેમજ પ્રશાંતભાઈ અને તેમના પત્ની સેજલબેનને ફ્રેકચર સહિતની ઈજાઓ પહોંચી હતી. પોલીસે તેઓની ફરિયાદ પરથી ૯૬૯ નંબરની મોટરના ચાલક સામે ગુન્હો નોંધ્યો છે.

હવામાન

weather

શબ્દવ્યુહ

માર્કેટ યાર્ડ - હાપા, જામજોધપુર, જામનગર બ્રાસ સીટી:

માર્કેટ યાર્ડ - હાપા   ઘઉં ....242 ...383 । મગ ....800 ...1680 । લસણ ....160 ...805 । ચણા। ....160 ...805   માર્કેટ યાર્ડ - જામજોધપુર   કપાસ। ....780 ...937 । જીરૂ। ....2600 ...3125 । અરેંડા। ....650 ...729   જામનગર બ્રાસ સીટી   બ્રાસ હાની ઢાંળો ...315.00 । બ્રાસ હાની વાસંણ ...327.00 । બ્રાસ હાની પાઈપ ...329.00 । બ્રાસ વિલાયતી ....310.00