ગાંધીનગરઃ છત્રાલની બેંકમાં ફાયરિંગઃ ત્રણ શખ્સોએ ચલાવી લૂંટઃ એકાદ કરોડ રૃપિયા લૂંટાયા હોવાની શક્યતા / પ્રધાનમંત્રી મોદીએ આપી ફરી ચેતવણીઃ છુપાઈ નહીં શકે પુલવામાના ગુનેાગારઃ સજા જરૃર મળશે / વિમાનમાં ખામી સર્જાઈઃ શહીદોના મૃતદેહો પટનાના એરપોર્ટ પર અટવાયા / નવજોત સિદ્ધુને પાકિસ્તાન પ્રેમ પડયો ભારેઃ ધ કપિલ શર્માના શો માથી થઈ હક્કાલ પટ્ટી /
જોડિયા તા. ૧૩ઃ જોડિયામાં ભૂગર્ભ ગટરની નબળી કામગીરી તેમજ વીજજોડાણના અભાવે પમ્પીંગ બંધ હોવાથી આવી ગટરો ઉભરાઈ રહી છે. તેવી રજૂઆત સરપંચ દ્વારા જિલ્લા વિકાસ અધિકારી સમક્ષ કરવામાં આવી છે.
જોડિયા ગ્રામ પંચાયતના સરપંચ નયનાબેન વર્માએ જિલ્લા વિકાસ અધિકારીને પત્ર પાઠવી રજૂઆત કરવામાં આવી છે કે, જોડિયામાં ભગર્ભ ગટરનું કામ નબળી ગુણવત્તાવાળુ થયું છે. હાલ વીજજોડાણ કાપી નાંખવામાં આવ્યું હોવાથી પમ્પીંગ કામ થયું નથી. આથી ગટરો ઉભરાઈ રહી છે અને ગંદા પાણી રોડ ઉપર ફરી વળ્યા છે. જેના કારણે ગ્રામજનોને પારાવાર મુશ્કેલીનો સામનો કરવો પડી રહ્યો છે. હકીકતે ભૂગર્ભ ગટર આજ સુધી ગ્રામ પંચાયતે સંભાળી નથી. સરકાર તરફથી ભૂગર્ભ ગટર જાળવણી માટે પાંચ લાખની ગ્રાન્ટ આપવામાં આવે છે જે વર્ષ ર૦૧૩ થી આપવામાં આવી નથી. આ પ્રશ્ને યોગ્ય પગલાં લેવાની જરૃર છે.