ચેક પરતના કેસમાં છૂટકારો

જામનગર તા. ૮ઃ જામનગરની મોમાઈ એન્ટરપ્રાઈઝ નામની પેઢીવાળા વિરેન્દ્રસિંહ એ. જાડેજા પાસેથી રૃપિયા ર લાખ ૮૦ હજાર હસમુખભાઈ રતિલાલ પુરબિયાએ ઉછીના મેળવી ચેક આપ્યો હતો. તે ચેક બેંકમાંથી પરત ફરતા હસમુખભાઈ સામે અદાલતમાં ફરિયાદ કરવામાં આવી હતી. આ કેસ ચાલી જતાં અદાલતે આરોપીનો છૂટકારો ફરમાવ્યો છે. આરોપી તરફથી વકીલ જે.ડી. ગણાત્રા રોકાયા હતાં.

close
Nobat Varsik Lavajam Yojna 2020-21
close
PPE Kit