ચીનની વધુ એક અવળચંડાઈઃ બ્રહ્મપુત્રા નદીનું વહેણ રોકતાં આસામ અને અરૃણાચલ પ્રદેશમાં ગંભીર પુર સંકટ  / અમૃતસરમાં બનેલા ટ્રેન અકસ્માતમાં રાવણનું પાત્ર ભજવનારનું પણ નિપજયું મૃત્યુ / મુખ્યમંત્રી વિજય રૃપાણીના માથે વધુ એક સંકટઃ એકતા યાત્રા રહી ફ્લોપઃ ભાજપના જ બે સાંસદો રહ્યા ગેર હાજરઃ પ્રધાનમંત્રીના કાર્યક્રમ માટે ભાગદોડ /

પ્રધાનમંત્રી ઉજ્જવલા યોજનામાં ફેરફારઃ હવે છ ગેસના બાટલા સુધી સબસિડી નહીં અટકાવાય

નવી દિલ્હી તા. ૧૦ઃ પ્રધાનમંત્રી ઉજ્જવલા યોજનામાં લાભાર્થીઓના હિતાર્થે થોડો ફેરફાર કરાયો છે, અને હવે ગેસના ૬ બાટલા સુધી સબસિડી અટકાવાશે નહિં.

પ્રધાનમંત્રી ઉજ્જવલા યોજનાના લાભાર્થીઓને  બીજો બાટલો લેવા માટે પ્રોત્સાહિત કરવા અંગે તેના નિયમોમાં બદલાવ કરવામાં આવ્યો છે. હવે તેના લાભાર્થીઓની સબસિડી ત્યાં સુધી રોકવામાં નહીં આવે જ્યાં સુધી ૬ બાટલા ભરાવી ના લે.

આ પહેલા ગ્રાહકોને બાટલા પર ત્યાં સુધી સબસિડી નહોતી મળતી જ્યાં સુધી તેઓ ચૂલા, પાઈપ તથા બાટલાની કિંમત  ચૂકવે નહીં. આ યોજનાને લાગુ કરી રહેલી સરકારી તેલ વિતરણ કંપનીના સૂત્રોએ કહ્યું કે, તેમાં ફેરફાર કરવાનું કારણ એ છે કે આ ૬ મહિનામાં લાભાર્થીઓને રસોઈ ગેસના ઉપયોગના લાભ વિશે માલુમ પડે. આ યોજનામાં લાભાર્થીઓને સરકાર તરફથી ફક્ત કનેક્શન ફ્રી માં આપવામાં આવે છે. જેમાં એક બાટલો અને રેગ્યુલેટર મળે છે. જ્યારે ગેસ સ્ટવ અને રબરની પાઈપ અને પ્રથમ બાટલાની રકમ ગેસ એજેન્સી આપે છે. જે તેને ઈએમઆઈના રૃપે પાછું મળે છે.

આ પ્રકારની વ્યવસ્થા કરવામાં આવી હતી કે ગ્રાહક જ્યારે બીજો બાટલો લે તો તેની સબસિડીની રકમ ગ્રાહકની જગ્યાએ ગેસ એજેન્સીને આપી દેવામાં આવશે અને એવું ત્યાં સુધી થશે જ્યાં સુધી ઈએમઆઈની સંપૂર્ણ ચૂકવણી થાય નહીં.

હવામાન

weather

શબ્દવ્યુહ

માર્કેટ યાર્ડ - હાપા, જામજોધપુર, જામનગર બ્રાસ સીટી:

માર્કેટ યાર્ડ - હાપા   ઘઉં ....242 ...383 । મગ ....800 ...1680 । લસણ ....160 ...805 । ચણા। ....160 ...805   માર્કેટ યાર્ડ - જામજોધપુર   કપાસ। ....780 ...937 । જીરૂ। ....2600 ...3125 । અરેંડા। ....650 ...729   જામનગર બ્રાસ સીટી   બ્રાસ હાની ઢાંળો ...315.00 । બ્રાસ હાની વાસંણ ...327.00 । બ્રાસ હાની પાઈપ ...329.00 । બ્રાસ વિલાયતી ....310.00