ન્યૂઝીલેન્ડ પછી બ્રિટનની પાંચ જેટલી મસ્જીદોમાં કરાઈ તોડફોડઃ એન્ટિ ટેરેરીસ્ટ સ્કવોડ દ્વારા કરાઈ તપાસ શરૃ / દિલ્હીમાંથી જૈશના આતંકી સજાદ ખાનની કરાઈ ધરપકડઃ પુલવામાં હુમલાખોરોના હતો સંપર્કમાં / ગ્રીનકાર્ડ મેળવવા માટે ગુજરાતના ર૩૦ જેટલા બિલડર્સ અમેરિકામાં ૮૦૦ કરોડ થી વધુનું કરશે રોકાણ /

ટ્યુશન ક્લાસના સંચાલકને ચેક પરતના કેસમાં બે વર્ષની કેદ

જામનગર તા. ૧૧ઃ જામનગરના એક આસામીને  અદાલતે ચેક પરતના કેસમાં બે વર્ષની કેદ અને ચેકથી બમણી રકમનો દંડ ફટકાર્યો છે. દંડની રકમમાંથી ફરિયાદીને વળતર ચૂકવવાનો આદેશ કરાયો છે.

જામનગરના રણજીતનગરમાં એક્સીલેન્ટ એકેડમી નામનો ટ્યુશન ક્લાસ ચલાવતા ફિરોઝભાઈ નવનીતભાઈ ભટ્ટએ પોતાની જરૃરિયાત માટે હેમેન્દ્રસિંહ માધુભા જાડેજા પાસેથી રૃપિયા ૩૦ હજાર ઉછીના મેળવી ચેક આપ્યો હતો. તે ચેક બેંકમાંથી પરત ફરતા હેમેન્દ્રસિંહે અદાલતમાં ફરિયાદ નોંધાવી હતી.

આ કેસ ચાલી જતાં અદાલતે બન્ને પક્ષોની દલીલો સાંભળ્યા પછી આરોપી ફિરોઝભાઈ ભટ્ટને તકસીરવાન ઠરાવી બે વર્ષની કેદની સજા અને રૃપિયા ૬૦ હજારનો દંડ ફટકાર્યો છે. દંડની રકમમાંથી ફરિયાદીને ચેકની રકમ મુજબ વળતર ચૂકવવા તેમજ દંડ ભરવામાં ના આવે તો વધુ ૩ મહિનાની કેદનો હુકમ કર્યો ેછે. ફરિયાદી તરફથી વકીલ જયેન્દ્રસિંહ ઝાલા, નિરલ ઝાલા, ભાવિકા રાઠોડ રોકાયા હતાં.

હવામાન

weather

શબ્દવ્યુહ

MARKET

માર્કેટ યાર્ડ - હાપા, જામજોધપુર, જામનગર બ્રાસ સીટી:

માર્કેટ યાર્ડ - હાપા   ઘઉં ....242 ...383 । મગ ....800 ...1680 । લસણ ....160 ...805 । ચણા। ....160 ...805   માર્કેટ યાર્ડ - જામજોધપુર   કપાસ। ....780 ...937 । જીરૂ। ....2600 ...3125 । અરેંડા। ....650 ...729   જામનગર બ્રાસ સીટી   બ્રાસ હાની ઢાંળો ...315.00 । બ્રાસ હાની વાસંણ ...327.00 । બ્રાસ હાની પાઈપ ...329.00 । બ્રાસ વિલાયતી ....310.00