ગાંધીનગરઃ છત્રાલની બેંકમાં ફાયરિંગઃ ત્રણ શખ્સોએ ચલાવી લૂંટઃ એકાદ કરોડ રૃપિયા લૂંટાયા હોવાની શક્યતા / પ્રધાનમંત્રી મોદીએ આપી ફરી ચેતવણીઃ છુપાઈ નહીં શકે પુલવામાના ગુનેાગારઃ સજા જરૃર મળશે / વિમાનમાં ખામી સર્જાઈઃ શહીદોના મૃતદેહો પટનાના એરપોર્ટ પર અટવાયા / નવજોત સિદ્ધુને પાકિસ્તાન પ્રેમ પડયો ભારેઃ ધ કપિલ શર્માના શો માથી થઈ હક્કાલ પટ્ટી /
જામનગર તા. ૧૩ઃ જામનગરની શક્તિ સિક્યોરીટી સર્વિસ નામની પેઢીમાં ફરજ બજાવતા હુશેનભાઈ ઉમરભાઈએ પોતાની મૂળ જગ્યા પર ચડત પગાર અને સળંગ નોકરી ગણી પુનઃસ્થાપિત થવા મજૂર અદાલતમાં કેસ કર્યો હતો. આ કેસ ચાલી જતાં પેઢી દ્વારા આ વ્યક્તિ પેઢીના કર્મચારી હોવા સામે તકરાર ઊઠાવી હતી. બન્ને પક્ષો દ્વારા રજૂ થયેલી દલીલો સાંભળ્યા પછી અદાલતે કામદારનો કેસ રદ કરવાનો હુકમ કર્યો છે.
જામનગરના કંકુબેન દેવશીભાઈ કછટિયા, ભાવનાબેન પરસોત્તમ પરમાર, દક્ષાબેન ધીરજલાલ સોનગરા તથા જયશ્રીબેન પરમાર નામના ચાર મહિલાઓએ રસિક ટીન ફેક્ટરી સામે મજૂર અદાલતમાં કેસ કરી પોતાને નોકરી પર પુનઃસ્થાપિત કરવા માટે માંગણી કરી હતી. આ કેસ ચાલી જતા ઉપરોક્ત કામદારોએ સતત ર૪૦ દિવસ સુધી સળંગ નોકરી કરી હોવાનું પૂરવાર ન કરી શક્યા હોવાનું ઠરાવી અદાલતે અરજદારોનો કેસ રદ કર્યો છે. સમાવાળા તરફથી વકીલ દિનેશ કવૈયા રોકાયા હતાં.