દક્ષિણકોરીયાના કાંઠેથી ૧૧૩ વર્ષ પહેલાં ર૦૦ ટન સોના સાથે ડૂબેલું જહાજ મળ્યુંઃ આજે આ સોનાની કિંમત અંદાજે ૯ હજાર કરોડ રૃપિયા થાય છે / એમરીકામાં કોલ સેન્ટરમાં અબજોનું કૌભાંડ કરવાના આરોપમાં ર૧ ભારતીયોને ર૦ વર્ષ સુધીની જેલ / રાજયમાં સાર્વત્રીક મેઘ મહેર યથાવતઃ અમદાવાદ સહિત ઉત્તર દક્ષીણ ગુજરાતમાં ૧ર ઈંચ જેટલો વરસાદ /

'વિઝિટ વિલેજ' વડત્રાને ફળ્યુંઃ મામલતદારે ઘરઆંગણે પહોંચાડ્યા યોજનાકીય લાભો

ખંભાળિયા તા. ૧૬ઃ ખંભાળિયાના મામલતદારે 'વિઝિટ વિલેજ' અભિગમ હેઠળ વડત્રાની મુલાકાત દરમિયાન કેટલાક યોજનાકીય લાભો લાભાર્થીઓને ઘરઆંગણે પહોંચતા કર્યા હતાં.

દેવભૂમિ દ્વારકા જિલ્લાના ખંભાળિયામાં ઉત્સાહી મામલતદાર ચિંતન વૈષ્ણવે તેમની ટીમ સાથે તાલુકાના ગામડાઓની મુલાકાત લઈને 'વિલેજ વિઝિટ' કાર્યક્રમમાં સ્થળ પર યોજનાના લાભો સાથે તપાસણી કાર્ય શરૃ કર્યું હતું જેમાં તાજેતરમાં ખંભાળિયા તા.ના વડત્રા ગામની મુલાકાત યોજી હતી.

વડત્રા ગામે રહેતા ગ્રામજનોને વિધવા તથા વૃદ્ધ સહાયના હુકમો ઘરે જઈને અપાયા હતાં તથા અન્નપૂર્ણા યોજનાના લાભો પણ ઘેર જઈને અપાયા હતાં તથા ગામની શાળાઓમાં ચાલતી મધ્યાહ્ન ભોજન યોજનાના સ્થળની તથા ભોજનની ચકાસણી કરાઈ હતી તથા શાળાના વિદ્યાર્થીઓનો ઉત્સાહ વધારવા માટે નોલેજગેમની રમતો પણ યોજાઈ હતી જેમાં મામલતદારશ્રી વૈષ્ણવે માર્ગદર્શન પૂરૃં પાડ્યું હતું.

ગામમાં આવેલી વાજબીભાવની રેશનકાર્ડની દુકાને જઈને ત્યાં પણ સુધારા હુકમો કરાયા હતાં તથા તલાટી દફ્તરની ચકાસણી પણ કરવામાં આવી હતી.

મામલતદારના આ નવતર અભિગમને આવકાર સાંપડ્યો હતો અને બધા મામલતદારો આવો અભિગમ દાખવે, તો જનતાના નસીબ ઉઘડી જાય, તેવા પ્રત્યાઘાતો સંભળાયા હતાં.

હવામાન

weather

શબ્દવ્યુહ

માર્કેટ યાર્ડ - હાપા, જામજોધપુર, જામનગર બ્રાસ સીટી:

માર્કેટ યાર્ડ - હાપા   ઘઉં ....242 ...383 । મગ ....800 ...1680 । લસણ ....160 ...805 । ચણા। ....160 ...805   માર્કેટ યાર્ડ - જામજોધપુર   કપાસ। ....780 ...937 । જીરૂ। ....2600 ...3125 । અરેંડા। ....650 ...729   જામનગર બ્રાસ સીટી   બ્રાસ હાની ઢાંળો ...315.00 । બ્રાસ હાની વાસંણ ...327.00 । બ્રાસ હાની પાઈપ ...329.00 । બ્રાસ વિલાયતી ....310.00