ગીરના જંગલમાં ૧૧ દિવસમાં નિપજયાં ૧૧ સિંહોના મૃત્યુઃ કુદરતી રીતે થયા છે કે શું તેના માટે ઉચ્ચ અધિકારીઓ દ્વારા હાથ ધરાઈ તપાસ / જમ્મુ-કાશ્મીરમાં ૩ પોલીસ કર્મીને રાજીનામા આપવા માટે આપ્યો હતો સમયઃ ના આપ્યા તો નિપજાવી હત્યાંઃ આ હત્યામાં આતંકી નાઈફૂની સંડોવાણી ? / ભાવનગરમાં સ્વાઈનફૂલના કારણે છેલ્લા ર૪ કલાકમાં ૩ લોકોના નિપજયાં મૃત્યુઃ પ લોકો સારવાર હેઠળ / સુરતના નગરસેવકોને આવી દિવાળીઃ વેતનમાં કરાયો ૩પ૦ ટકાનો ધરખમ વધારો / શીંજો આબે એલડીપી પક્ષના વડા ચૂંટાતા જાપનના વડાપ્રધાન પદ માટે રહેશે ચાલુ / ફિલીપાઈન્સમાં ભૂસ્ખલનઃ ૧૮ વ્યક્તિઓના મૃત્યુઃ અનેક ઘરો થયા જમીનદોસ્ત

ઓખામાં સમુદ્રી રેતીનો ચાલતો કાળો કારોબારઃ તંત્રની નિષ્ક્રિયતાથી ખનીજચોરો બન્યા બેફામ

જામનગર તા.૧૧ ઃ ઓખા પોર્ટ પરથી ગેરકાયદે કરાતું રેતીનું ખનન વર્ષાેથી યથાવત છે ત્યારે તાજેતરમાં જ ભાણવડમાં ખનીજ ચોરી પકડી પાડનાર એલસીબી ઓખા તરફ પણ દૃષ્ટિ ફેરવે અને ખનીજ ચોરી અટકાવે તેવી માગણી ઉઠી છે.

ભારતીય જળસીમા તેમજ જમીન સીમાના સરહદી વિસ્તારમાં સમાવિષ્ટ તથા ત્રણ તરફ પાણી ધરાવતા ઓખા પોર્ટમાં દરિયાઈ રેતીનો કાળો કારોબાર લાંબા સમયથી સુનિયોજિત રીતે ધમધમી રહ્યો છે ત્યાં નેવી, કોસ્ટગાર્ડ સહિતની સુરક્ષા એજન્સીઓના મથક હોવા છતાં અને ત્રણ તરફ સમુદ્ર ધરાવતા આ વિસ્તારમાં ગેરકાયદે રેતીના ખનનથી ધોવાણ થઈ રહ્યું છે જેને સમાચાર માધ્યમોમાં બે મહિના પહેલા સ્થાન મળ્યું હોવા છતાં તંત્ર દ્વારા કોઈ નક્કર કાર્યવાહી કરવામાં આવી નથી.

અન્ય તંત્રની સાથે પોલીસ દ્વારા પણ રેતી ચોરી સામે ધ્યાન આપવામાં આવતું ન હોય, ખનીજ ચોરો આરામથી પોતાના કરતૂત ચલાવી રહ્યા છે. તાજેતરમાં જ દેવભૂમિ દ્વારકા એલસીબીએ ભાણવડ પંથકમાં લાખો રૃપિયાની ખનીજ ચોરી પકડી પાડી છે ત્યારે ઓખા પોર્ટમાં પણ ખનીજ ચોરીના ચાલતા વેપલા પર એલસીબી ત્રાટકે તેવી લોકમાગણી ઉઠવા પામી છે.

સ્થાનિકોમાં થતી ચર્ચા મુજબ ધોળી રેતીનો કાળો કારોબાર રાત્રિના સમયે બેરોકટોક પણે ધમધમી રહ્યો છે. ખાણખનીજ વિભાગે ઓખા પોર્ટ વિસ્તારના ભૌગોલિક મહત્ત્વ તેમજ કિનારો જળવાય રહે તે હેતુથી અત્યાર સુધી રેતીનુું ખનન કરવાની મંજૂરી આપી નથી તેમ છતાં ઓખા પોર્ટ વિસ્તારમાં ચાલતા સરકારી અને બિન સરકારી બાંધકામોમાં સમુદ્રની ખારી રેતીનો બેફામ ઉપયોગ થયો છે, આ જ દિવસ સુધી રોયલ્ટી ભર્યા વગર ચોરાઉ રેતીનો ઉપયોગ કરનાર કોઈપણ આસામી સામે કાર્યવાહી થયાનું ચોપડે નોંધાયું નથી ત્યારે આ ગેરકાયદે વ્યવસાય પર એલસીબી નિષ્ક્રિયતા છોડીને પગલા ભરે તેવી સમયની માગણી છે.

હવામાન

weather

શબ્દવ્યુહ

માર્કેટ યાર્ડ - હાપા, જામજોધપુર, જામનગર બ્રાસ સીટી:

માર્કેટ યાર્ડ - હાપા   ઘઉં ....242 ...383 । મગ ....800 ...1680 । લસણ ....160 ...805 । ચણા। ....160 ...805   માર્કેટ યાર્ડ - જામજોધપુર   કપાસ। ....780 ...937 । જીરૂ। ....2600 ...3125 । અરેંડા। ....650 ...729   જામનગર બ્રાસ સીટી   બ્રાસ હાની ઢાંળો ...315.00 । બ્રાસ હાની વાસંણ ...327.00 । બ્રાસ હાની પાઈપ ...329.00 । બ્રાસ વિલાયતી ....310.00