આઈ૫ીએલ ર૦૧૯ઃ વરૃણ ધવનની બેઝ પ્રાઈઝ હતી ર૦ લાખઃ ર૦૧૯ના આઈપીએલમાં ૮.૪ કરોડની બોલાઈબોલી / જસદણ પેટા ચૂંટણી જંગઃ કુંવરજી બાવળીયા, ભરત બોધરા, અવસર નાકીયા, ભોળાભાઈ ગોહેલ મેદાનમા /

ગુજરાત વિધાનસભામાં જામનગર જિલ્લા તથા દેવભૂમિ જિલ્લાના ધારાસભ્યોએ પ્રશ્નો ઊઠાવ્યા

જામનગર તા. ૧૩ઃ જામજોધપુરના ધારાસભ્ય ચિરાગભાઈ કાલરિયા ગૌચરની જમીન અંગેનો પ્રશ્ન વિધાનસભામાં ઊઠાવ્યો હતો.

તેના જવાબમાં પંચાયત મંત્રીએ જણાવ્યું હતું કે જામનગર જિલ્લામાં ર૭, ૭૮, ૪પ (હે. આરે.ચો.મી.) ગૌચરની જમીનમાં દબાણ થયું છે. આવા દબાણો દૂર કરવાની જવાબદારી ગ્રામ પંચાયતની છે. આ બાબતે સમયાંતરે સમીક્ષા કરવામાં આવે છે. વર્ષ ર૦૧૬ માં રર, ૭૪, ૧૬ અને વર્ષ ર૦૧૭ માં ૩૦, ર૬, ૪૦ (હે.આર.ચો.મી.) જમીન ખુલ્લી કરાવવામાં આવી હતી. પ્રવિણભાઈ મુછડિયાએ દેવભૂમિ દ્વારકા જિલ્લામાં ગૌચરની જમીન અંગે પ્રશ્નો ઊઠાવ્યા હતાં. તેના જવાબમાં જણાવાયું હતું કે ૮, પર, ૮૩ (હે.આરે.ચો.) જેટલી જગ્યામાં દબાણ થયું છે.

આ દરમિયાન ૦, ૧પ, ૩ર અને ૦, ૯પ, ૯૮ (હે.આરે.ચો.) ખુલ્લી કરાવવામાં આવી હતી.

ખંભાળિયાના ધારાસભ્ય વિક્રમભાઈ માડમએ શિક્ષણ લગત પ્રશ્ન ઊઠાવ્યો હતો. દ્વારકા જિલ્લાની સરકારી પ્રાથમિક શાળામાં કેટલા શિક્ષકોની ઘટ છે. તેના જવાબમાં ૬ર૬ શિક્ષકોની ઘટ છે.

આ ઉપરાંત સરકારી વકીલ અંગેના સવાલના જવાબમાં જણાવ્યું હતું કે, ખંભાળિયામાં એક જગ્યા ખાલી છે. ધારાસભ્ય ધર્મેન્દ્રસિંહ જાડેજાએ ઊઠાવેલા પ્રશ્નમાં જણાવાયું હતું કે, વર્ષ ર૦૧૭-૧૮ માં ઓખા નવી કોર્ટ બિલ્ડીંગમાં બાંધકામ માટે ૬,૬૪,૦૬,૦૦૦ રૃપિયાના ખર્ચની મંજુરી અપાઈ હતી.

હવામાન

weather

શબ્દવ્યુહ

માર્કેટ યાર્ડ - હાપા, જામજોધપુર, જામનગર બ્રાસ સીટી:

માર્કેટ યાર્ડ - હાપા   ઘઉં ....242 ...383 । મગ ....800 ...1680 । લસણ ....160 ...805 । ચણા। ....160 ...805   માર્કેટ યાર્ડ - જામજોધપુર   કપાસ। ....780 ...937 । જીરૂ। ....2600 ...3125 । અરેંડા। ....650 ...729   જામનગર બ્રાસ સીટી   બ્રાસ હાની ઢાંળો ...315.00 । બ્રાસ હાની વાસંણ ...327.00 । બ્રાસ હાની પાઈપ ...329.00 । બ્રાસ વિલાયતી ....310.00