જગતમંદિરમાં ઉજવાયો તુલસીવિવાહ મહોત્સવ

દ્વારકા તા. ૯ઃ દેવઉઠી એકાદશીના શુભદિને દ્વારકાધીશ જગતમંદિરમાં તુલસી વિવાહ મહોત્સવની ધાર્મિક વિધિ-વિધાન સાથે ઉજવણી કરવામાં આવી હતી. સાંજના સમયે ભગવાનના બાળસ્વરૃપની શોભાયાત્રા બેન્ડવાજા સાથે શહેરના રાજમાર્ગો પર નીકળી હતી. રાત્રિના સમયે ભગવાનના તુલસીજી સાથે વિવાહનો પ્રસંગ ધામધૂમપૂર્વક ઉજવવામાં આવ્યો હતો. જેમાં શારદાપીઠના સંતો મહંતો અને શહેરના અગ્રણીઓ તેમજ બહોળી સંખ્યામાં વૈષ્ણવ ભક્તો ઉમટી પડ્યા હતા. પૌરાણિક દૃષ્ટિએ તુલસીપત્ર એ હેમ એટલે સૂર્વણ એવમ રત્નથી પણ ચડિયાતુ છે. એટલે જ ભગવાનના ચરણોમાં તુલસીપત્ર અર્પણ કરવાનો મહિમા છે. કર્મના ભવબંધનમાંથી મોક્ષ મેળવવા ભગવાન શ્રીહરિ દ્વારકાધીશના શ્રી ચરણોમાં દરરોજ રાત્રે વિષ્ણુસહસ્ત્રના પાઠ સાથે તુલસીપત્ર અર્પણ કરવાનો અનેરો મહિમા છે. દ્વારકાધીશ મંદિરમાં તુલસી વિવાહનું મહત્વ સમજાવતાં પ્રણવભાઈ પૂજારી જણાવ્યું કે દેવતાઓની દિવાળી તરીકે ઓળખાય છે. અષાઢ સુદ-૧૧થી ભગવાન વિષ્ણુ ચાર માસ માટે શયનમાં જઈ વિશ્રામ કરે છે. કારતક સુદ-૧૧ના વિશ્રામમાંથી બહાર આવે છે. જેથી પુરાણોમાં આ દિવસને દેવઉઠી એકાદશી તરીકે ઓળખવામાં આવે છે.

(તસ્વીરઃ રવિ બારાઈ)

close
Nobat Varsik Lavajam Yojna 2020-21
close
PPE Kit