ગીરના જંગલમાં ૧૧ દિવસમાં નિપજયાં ૧૧ સિંહોના મૃત્યુઃ કુદરતી રીતે થયા છે કે શું તેના માટે ઉચ્ચ અધિકારીઓ દ્વારા હાથ ધરાઈ તપાસ / જમ્મુ-કાશ્મીરમાં ૩ પોલીસ કર્મીને રાજીનામા આપવા માટે આપ્યો હતો સમયઃ ના આપ્યા તો નિપજાવી હત્યાંઃ આ હત્યામાં આતંકી નાઈફૂની સંડોવાણી ? / ભાવનગરમાં સ્વાઈનફૂલના કારણે છેલ્લા ર૪ કલાકમાં ૩ લોકોના નિપજયાં મૃત્યુઃ પ લોકો સારવાર હેઠળ / સુરતના નગરસેવકોને આવી દિવાળીઃ વેતનમાં કરાયો ૩પ૦ ટકાનો ધરખમ વધારો / શીંજો આબે એલડીપી પક્ષના વડા ચૂંટાતા જાપનના વડાપ્રધાન પદ માટે રહેશે ચાલુ / ફિલીપાઈન્સમાં ભૂસ્ખલનઃ ૧૮ વ્યક્તિઓના મૃત્યુઃ અનેક ઘરો થયા જમીનદોસ્ત

ખંભાળિયામાં ભગવાન જગન્નાથજીની રથયાત્રા

ખંભાળિયા તા. ૧૧ ઃ ખંભાળીયામાં હરે કૃષ્ણ સત્સંગ કેન્દ્રના ઉપક્રમે ભગવાન જગન્નાથજીની તૃતીય રથયાત્રા યોજવામાં આવી હતી. રથયાત્રાના ઉત્સવ અંતર્ગત છપ્પનભોગના દર્શન, મહાઆરતી, મહાપ્રસાદ, સત્સંગ સહિતના કાર્યક્રમો ભક્તિભાવ સાથે યોજાયો હતો.

સવારે મંગલા દર્શન, આરતી, તુલસી પૂજા, છપ્પન ભોગના દર્શન યોજાયા હતા. સાંજે નવી લોહાણા મહાજન વાડીએથી રથયાત્રાનું પ્રસ્થાન કરવામાં આવ્યું હતું. શહેરના મુખ્ય માર્ગો પર ભગવાન જગન્નાથજીના નાદ સાથે વાજતે-ગાજતે ફરી હતી. આ રથયાત્રામાં મોટી સંખ્યામાં હરિભક્તો જોડાયા હતા. નગરભ્રમણ કરી રથયાત્રા નવી લોહાણા મહાજન વાડીએ પૂર્ણ થઈ હતી. ત્યાં મહાઆરતી, જગન્નાથજી પ્રાગટ્ય કથા તથા મહાપ્રસાદ યોજાયા હતા.

આ ધાર્મિકોત્સવ પ્રસંગે વૈભવ સવજાણી, વલ્લભભાઈ પટેલ, રમેશ રૃપારેલ, ધોળકિયાભાઈ, ભરત પનારા, મુકુંદ સવજાણી, જયસુખભાઈ પીંડારાવારા, મુન્નાભાઈ કારીયા, અર્જુન બુદ્ધભટ્ટી તથા માતાજીઓ વગેરેએ જહેમત ઉઠાવી હતી.  જામનગર, રાજકોટ, પોરબંદર, દ્વારકામાંથી મોટી સંખ્યામાં હરિભક્તો ઉપસ્થિત રહ્યા હતા.

ખંભાળિયામાં રથયાત્રા તથા સંલગ્ન કાર્યક્રમોને સફળ બનાવવા ઈસ્કોન કેન્દ્રના હરિભક્તો, કપીલભાઈ સોનૈયા, ગોપાલભાઈ દતાણી, વૈષ્ણવ ... વગેરેએ જહેમત ઉઠાવી હતી.

અત્રે ઉલ્લેખનીય છે કે ખંભાળીયાના કૃષ્ણ સત્સંગ કેન્દ્રમાં દર રવિવારે સાંજે ૬ થી ૮ સુધી સત્સંગનું આયોજન કરવામાં આવે છે.

હવામાન

weather

શબ્દવ્યુહ

માર્કેટ યાર્ડ - હાપા, જામજોધપુર, જામનગર બ્રાસ સીટી:

માર્કેટ યાર્ડ - હાપા   ઘઉં ....242 ...383 । મગ ....800 ...1680 । લસણ ....160 ...805 । ચણા। ....160 ...805   માર્કેટ યાર્ડ - જામજોધપુર   કપાસ। ....780 ...937 । જીરૂ। ....2600 ...3125 । અરેંડા। ....650 ...729   જામનગર બ્રાસ સીટી   બ્રાસ હાની ઢાંળો ...315.00 । બ્રાસ હાની વાસંણ ...327.00 । બ્રાસ હાની પાઈપ ...329.00 । બ્રાસ વિલાયતી ....310.00