જામનગર તથા લાલપુર તાલુકામાં વીજ ચેકીંગ

જામનગર તા. ૧૧ઃ જામનગરની પીજીવીસીએલ કચેરીની ટુકડીઓએ આજે જામનગર તથા લાલપુર તાલુકામાં વીજચેકીંગ કર્યું હતું.

જામનગરની પીજીવીસીએલ કચેરી દ્વારા જીયુવીએનએલ ચેકીંગ ડ્રાઈવ અંતર્ગત આજે લાલપુર, સમાણા તથા વેરાળ સબ ડિવિઝન હેઠળ આવતા જામનગર તથા લાલપુર તાલુકાના ગામોમાં વીજ ચોરી ડામવા ચેકીંગ હાથ ધર્યું છે.

સ્થાનિક વીજ અધિકારીઓની બનેલી ૬૨ ટુકડીઓ જીયુવીએનએલ પોલીસના ૧૫ જવાન, ૧૮ એક્સ આર્મીમેન તેમજ સ્થાનિક પોલીસના ૨૦ જવાનના બંદોબસ્ત સાથે આ વિસ્તારમાં ચેકીંગ માટે ત્રાટકી છે.

close
Nobat Subscription