આઈ૫ીએલ ર૦૧૯ઃ વરૃણ ધવનની બેઝ પ્રાઈઝ હતી ર૦ લાખઃ ર૦૧૯ના આઈપીએલમાં ૮.૪ કરોડની બોલાઈબોલી / જસદણ પેટા ચૂંટણી જંગઃ કુંવરજી બાવળીયા, ભરત બોધરા, અવસર નાકીયા, ભોળાભાઈ ગોહેલ મેદાનમા /

રાજ્યમાં રૃા. ૪૭ કરોડ ચો.મી.થી વધુ ગૌચરની જમીનો પર ગેરકાયદે દબાણોઃ સરકારે સ્વીકાર્યું

ગાંધીનગર તા. ૧૩ઃ રાજ્યમાં ૪૭ કરોડ ચો.મી.થી વધુ ગૌચરની જમીન પર ગેરકાયદે દબાણો થઈ ગયા હોવાનો સ્વીકાર સરકારે કરવો પડ્યો છે.

ગૌવંશ સુરક્ષા અને ગૌહત્યાના મુદ્દે ગોકીરૃં કરતું રહેલું ભાજપ ગુજરાત સરકાર પર ગૌચરની જમીન ખુલ્લી કરાવવામાં કોઈ રસ લેતું નથી, તે બાબત સરકારે વિધાનસભામાં આપેલ એક જવાબમાંથી ફલિત થાય છે.

કોંગ્રેસના ધારાસભ્યોએ ગૌચરની જમીનો પર ગેરકાયદે દબાણના આંકડા માંગતા વિધાનસભામાં સરકારે સ્વીકાર્યું હતું કે રાજ્યમાં ૪૭ કરોડ ચો.મી. થી વધુ ગૌચરની જમીન પર ગેરકાયદે દબાણો થઈ ગયા છે.

વિધાનસભામાં પંચાયત મંત્રીએ આપેલી માહિતી મુજબ રાજ્યના ૩૧ જિલ્લાઓમાં કુલ ૪૭ કરોડ, રપ લાખ, ૯ હજાર, ર૦૩ ચો.મી. એટલે કે ૪૭રપ.૯ર હેક્ટર જમીન પર વર્ષોથી ગેરકાયદે દબાણો કરાયા છે. આ પૈકી ગીર અભ્યારણ્યમાં પ૭ હેક્ટરથી વધુ જમીનમાં દબાણો થયા છે. આ દબાણોમાં પ૬ હેક્ટર ખેતીલાયક જમીન પર થયા છે, જ્યારે ધાર્મિક વિસ્તારમાં પણ ૧.૩૬ હેક્ટર જમીન દબાવી લેવાઈ છે.

હવામાન

weather

શબ્દવ્યુહ

માર્કેટ યાર્ડ - હાપા, જામજોધપુર, જામનગર બ્રાસ સીટી:

માર્કેટ યાર્ડ - હાપા   ઘઉં ....242 ...383 । મગ ....800 ...1680 । લસણ ....160 ...805 । ચણા। ....160 ...805   માર્કેટ યાર્ડ - જામજોધપુર   કપાસ। ....780 ...937 । જીરૂ। ....2600 ...3125 । અરેંડા। ....650 ...729   જામનગર બ્રાસ સીટી   બ્રાસ હાની ઢાંળો ...315.00 । બ્રાસ હાની વાસંણ ...327.00 । બ્રાસ હાની પાઈપ ...329.00 । બ્રાસ વિલાયતી ....310.00