પંડયા બ્રધર્સે ધોનીની કારથી પણ મોંઘી કાર ખરીદીઃ તસ્વીરો સોશ્યલ મિડીયા પર થઈ વાઈરલ / ગભરાયેલા પાકિસ્તાને ફરી નૌશેરામાં સીઝફાયરનું કર્યું ઉલ્લંઘનઃ એક જવાન શહીદ /

મેઘપરની સગીરાના અપહરણ અને દુષ્કર્મના ગુન્હામાં નાસી ગયેલા સહઆરોપીની અટકાયત

જામનગર તા.૧૧ ઃ જામનગરના મેઘપરમાં રહેતી એક સગીરાનું ત્રણ વર્ષ પહેલા અપહરણ કરી તેણી પર દુષ્કર્મ ગુજારાયાનો ગુન્હો નોંધાયા પછી તે કેસમાં નાસતા ફરતા સહઆરોપીને એબ્સકોન્ડર સ્કવોડે મોટી ખાવડી પાસેથી પકડી પાડયો છે.

જામનગર તાલુકાના મેઘપરમાં રહેતા એક પરિવારની સગીર વયની પુત્રીનું વર્ષ ૨૦૧૫માં મૂળ પંજાબના અમૃતસર જિલ્લાના વતની અને હાલમાં મેઘપર પાસે જ વસવાટ કરતા કિરણદીપસિંગ પુરણસિંગ નામના શખ્સે અપહરણ કરી લીધાની જે તે વખતે પોલીસમાં ફરિયાદ થઈ હતી. પોલીસે હાથ ધરેલી તપાસમાં આ શખ્સે તે સગીરા પર દુષ્કર્મ ગુજાર્યાની વિગતો બહાર આવતા પોલીસે આઈપીસી ૩૬૩, ૩૭૬ (ર), ૩૪, ૩૬૬, પોક્સો એક્ટની કલમ હેઠળ ગુન્હો નોંધી સહઆરોપી કેવલસિંગ બલબીરસિંગ, પરમજીતસિંગ સુખવિન્દરસિંગની શોધખોળ શરૃ કરી હતી.

ત્રણેક વર્ષથી આ આરોપીઓ નાસતા ફરતા હતા તે દરમ્યાન જામનગરની એબ્સકોન્ડર સ્કવોડના એએસઆઈ વનરાજસિંહ વાળા તથા ધર્મેન્દ્રસિંહ જાડેજાને બાતમી મળી હતી કે, આરોપીઓ પૈકીનો કેવલસિંગ મોટી ખાવડીમાં આવ્યો છે તે બાતમીના આધારે પીએસઆઈ એ.એમ. ચારણને વાકેફ કરી વોચ ગોઠવાતા કેવલસિંગ મોટી ખાવડીમાંથી ઝડપાઈ ગયો છે.

આ શખ્સ સામે જામનગરની સેશન્સ કોર્ટે સીઆરપીસી ૭૦ હેઠળ વોરંટ ઈસ્યુ કર્યું હતું તેની અટકાયત કરી આરોપીનો કબજો મેઘપર પોલીસ સ્ટેશનને સોંપવાની તજવીજ કરવામાં આવી છે.

હવામાન

weather

શબ્દવ્યુહ

MARKET

માર્કેટ યાર્ડ - હાપા, જામજોધપુર, જામનગર બ્રાસ સીટી:

માર્કેટ યાર્ડ - હાપા   ઘઉં ....242 ...383 । મગ ....800 ...1680 । લસણ ....160 ...805 । ચણા। ....160 ...805   માર્કેટ યાર્ડ - જામજોધપુર   કપાસ। ....780 ...937 । જીરૂ। ....2600 ...3125 । અરેંડા। ....650 ...729   જામનગર બ્રાસ સીટી   બ્રાસ હાની ઢાંળો ...315.00 । બ્રાસ હાની વાસંણ ...327.00 । બ્રાસ હાની પાઈપ ...329.00 । બ્રાસ વિલાયતી ....310.00
close
Nobat Subscription