જામનગર શહેર/જિલ્લા ભાજપ સંગઠનમાં નવા હોદ્દેદારોની નિયુક્તિ માટે પક્ષની કવાયત

જામનગર તા. ૮ઃ સમગ્ર ગુજરાતમાં ભારતીય જનતા પાર્ટીના સંગઠનમાં આ માસના અંત સુધીમાં અથવા ડિસેમ્બર મહિનામાં ફેરફારો કરી નવા હોદ્દેદારોની નિયુક્તિ માટે કવાયત ચાલી રહી છે.

જામનગર મહાનગર ભાજપના અધ્યક્ષપદે હસમુખભાઈ હિંડોચાએ ત્રણ-ત્રણ વર્ષની બે ટર્મ પૂર્ણ કરી લીધી છે અને હજી એક્સ્ટેન્શનમાં કાર્યરત છે. તેમના સ્થાને પટેલ, બ્રાહ્મણ કે જૈન સમાજમાંથી કોઈને પ્રમુખપદે નિયુક્ત કરવામાં આવે તે માટે સંભવિત નામોની વિચારણા અને ચર્ચા ચાલી રહી છે. જાણવા મળતી વિગતો પ્રમાણે સોળે સોળ વોર્ડના પક્ષ પ્રમુખ તરીકે નિમણૂક કરી દેવાઈ છે. ત્યારે પ્રમુખપદની રેસમાં હાલના મહામંત્રીઓ, પૂર્વ મહામંત્રીઓ, જાડાના પૂર્વ પદાધિકારી, બે મહિલાઓ સહિતના નામો ચાલી રહ્યા છે.

જિલ્લા પ્રમુખપદ અને શહેર પ્રમુખ પદ એક જ જ્ઞાતિ-સમાજને મળે તેવી શક્યતાઓના કારણે પક્ષની નેતાગીરી પણ મૂંઝવણમાં મૂકાઈ ગઈ છે.

હાલમાં જિલ્લા પ્રમુખપદે પટેલ જ્ઞાતિના ચંદ્રેશભાઈ પટેલ છે. તેમના સ્થાને પટેલ સમાજને જ તક મળે તો શહેર પ્રમુખપદ કોઈ અન્ય સમાજ જ્ઞાતિને આપવું પડે તેમ છે.

પ્રમુખપદ સિવાયના મહામંત્રી, ઉપપ્રમુખપદ માટે પણ એક વગદાર જુથ દ્વારા લોબીંગ થઈ રહ્યું છે અને તે પ્રમાણે ખાનગીમાં પ્રદેશ નેતાગીરીમાં રજુઆતો અને ભલામણો થઈ રહી હોવાનું જાણવા મળે છે.

આવનારા ૨૦૨૦ વર્ષમાં મહાનગર પાલિકાની સામાન્ય ચૂંટણી યોજાનાર હોય શહેર સંગઠનમાં યોગ્ય કાર્યકરોની નિમણૂક થાય તે દૃષ્ટિએ પક્ષની નેતાગીરો પસંદગીમાં આગળ વધી રહી છે.

જો કે ભાજપની આ આંતરિક બાબત છે, તેમ છતાં પક્ષમાં અને રાજકીય વર્તુળોમાં તેમજ મહાનગર પાલિકા વર્તુળોમાં અત્યારથી જ સંગઠનમાં નિમણૂકોનો મુદ્દો ભારે ગરમા ગરમી સાથે ચર્ચાઈ રહ્યો છે.

હવામાન

weather

શબ્દવ્યુહ

MARKET

માર્કેટ યાર્ડ - હાપા, જામજોધપુર, જામનગર બ્રાસ સીટી:

માર્કેટ યાર્ડ - હાપા   ઘઉં ....242 ...383 । મગ ....800 ...1680 । લસણ ....160 ...805 । ચણા। ....160 ...805   માર્કેટ યાર્ડ - જામજોધપુર   કપાસ। ....780 ...937 । જીરૂ। ....2600 ...3125 । અરેંડા। ....650 ...729   જામનગર બ્રાસ સીટી   બ્રાસ હાની ઢાંળો ...315.00 । બ્રાસ હાની વાસંણ ...327.00 । બ્રાસ હાની પાઈપ ...329.00 । બ્રાસ વિલાયતી ....310.00
close
Nobat Subscription