વેસ્ટ ઈન્ડીઝના પ્રવાસ માટે ટીમ ઈન્ડિયાની જાહેરતઃ ગુજરાતના ત્રણ ખેલાડીઓનો કરાયો સમાવેશ / રાજ્ય કક્ષાએ નામ રોશન કરનાર સુરતની સ્તુતિ સંયમના માર્ગેઃ માસ્ટર બ્લાસ્ટર સચીન તેંડુલકરની ફેરારી કારમાં નીકળી શોભાયાત્રા

 

કેરળમાં ભારે પૂર-વરસાદથી સર્જાઈ તારાજીઃ ર૮ મૃત્યુઃ દસ હજારનું સ્થળાંતર

નવી દિલ્હી તા. ૧૦ઃ કેરળમાં ભારે વરસાદ અને પૂરના કારણે તારાજી સર્જાઈ છ ે, અને  ર૮ લોકો મૃત્યુ પામ્યા છે. અંદાજે દસ હજાર લોકોનું સ્થળાંતર કરાયું છે. દેશના ર૧ રાજ્યોમાં ભારે વરસાદની આગાહી હવામાન વિભાગે કરતા એલર્ટ જાહેર કરાયું છે.

હવામાન વિભાગે આગામી ૩ દિવસ સુધી ર૧ રાજ્યોમાં ભારે વરસાદનું એલર્ટ જાહેર કર્યું છે. તો કેરળમાં પૂર-વરસાદથી સ્થિતિ વધુ વણસી છે. શુક્રવારે સવારે ઈડુક્કી ડેમના બે ગેટ ખોલવામાં આવ્યા હતાં. અહીં છેલ્લા બે દિવસમાં ૧૦ હજાર લોકોને રાહત શિબિરમાં મોકલવામાં આવ્યા છે. આગામી ર૪ કલાકમાં વધુ વરસાદ પડે તેવી સંભાવના છે. રાજ્યના ર૪ ડેમના ગેટ ખોલવાથી અનેક નીચાણવાળા વિસ્તારોમાં પાણી ભરાઈ ગયા છે. હિમાચલ પ્રદેશના કુલ્લુમાં ગુરુવારે રાત્રે વાદળ ફાટવાથી ત્રણ ગામમાં ભારે નુક્સાન થયું છે. રાજ્યમાં છ દિવસ સુધી ભારે વરસાદનું એલર્ટ છે.

કેરળમાં ભારે વરસાદ, પૂર અને ભૂસ્ખલનથી ર૮ લોકોના મોત નિપજ્યા છે. આપદા પ્રબંધન અધિકારીઓના જણાવ્યા મુજબ ઈડુક્કી જિલ્લામાં ૧૧ લોકોના મોત થયા છે. અહીં અત્યાર સુધી ૧૦ હજાર લોકોને રાહત શિબિરમાં મોકલવામાં આવ્યા છે. નદીઓ ભયજનક સપાટીએ હોવાના કારણે રાજ્યના ર૪ ડેમના દરવાજા ખોલવામાં આવ્યા છે. ઈડુક્કી ડેમના ગેટ ર૬ વર્ષ પછી ખોલવામાં આવ્યા છે. કર્ણાટકના મુખ્યમંત્રી એચ.ડી. કુમારસ્વામીએ કેરળમાં ૧૦ કરોડ રૃપિયા અને રાહત સામગ્રી મોકલવાના નિર્દેશ આપ્યા છે. તંત્રએ રેડ એલર્ટ જારી કર્યું છે. બચાવકાર્યમાં એસડીઆરએફ, એનડીઆરએફ, આર્મી, નેવી અને કોસ્ટગાર્ડના જવાનોને તૈનાત કરાયા છે. એનડીઆરએફની ૪ ટીમ તૈનાત કરાઈ છે. દરેક ટીમમાં ૪પ જવાન છે. બેંગલુરૃથી સૈન્યની ટૂકડી મોકલાઈ છે. કેન્દ્રએ પણ પૂરથી અસરગ્રસ્ત વિસ્તારોમાં એક ટીમ મોકલી છે. આ ઉપરાંત કાંજીકોડ અને વાલાયર વચ્ચે રેલવે ટ્રેક ધોવાતા રેલસેવા બંધ કરાયા છે.

કેરળના એનીકુલમના પથાલમ સ્થિત નીચાણવાળા વિસ્તારોમાં બનેલા ઘરોમાં પાણી ઘૂસી જતા રેસ્ક્યૂ ઓપરેશન હાથ ધરાયું છે. કેરળ અગ્તિ અને રાહત વિભાગ મોટરબોટની મદદથી લોકોને કાઢવા પ્રયાસ કરી રહ્યો છે. મુખ્યમંત્રી પિનરાઈ વિજયને કેન્દ્રની મદદ માગી છે. તેમણે કહ્યું કે સ્થિતિ ઘણી નાજુક છે. સતત મુશળધાર વરસાદના કારણે રર ડેમના ગેટ ખોલવા પડ્યા છે. તેનાથી પેરિયાર નદીમાં પણ પૂર આવી ગયું છે. બંજારની તીર્થન ઘાટીમાં ગુરુવારે મોડી રાત્રે લગભગ દોઢ વાગ્યે વાદળ ફાટવાની ઘટનાથી નાગની પંચાયતના સાઈરોપા અને ગહિધાર તેમજ દાડી ગામમાં ભારે નુક્સાન થયું છે. જેમાં બે મકાન, એક ગૌશાળા વહી ગયા છે. તો ત્રણ મકાનને આંશિક નુક્સાન થયું છે. પાણીમાં બે ગાય અને આઠ ઘેટાં-બકરા વહી ગયા છે. હવામાન વિભાગના જણાવ્યા મુજબ ઉત્તરપ્રદેશના અનેક વિસ્તારોમાં ભારે વરસાદને કારણે ૧ લી જુલાઈથી અત્યાર સુધીમાં ૧૧ર લોકોના મોત નિપજ્યા છે. આ ઉપરાંત સરયૂ નદીમાં પૂરના કારણે પૂર્વી ઉત્તરપ્રદેશના લગભગ ૧ર ગામો પૂર જેવી સ્થિતિનું નિર્માણ થયું છે.

ઉત્તરાખંડ, ઉત્તરપ્રદેશ, જમ્મુ-કાશ્મીર, હિમાચલ પ્રદેશ, હરિયાણા, દિલ્હી, ઝારખંડ, બિહાર, પશ્ચિમ બંગાળ, સિક્કિમ, મધ્યપ્રદેશ, અરૃણાચલ પ્રદેશ, આસામ, મેઘાલય, નાગાલેન્ડ, મણિપુર, મિઝોરમ, કર્ણાટક, તામિલનાડુ, કેરળ અને આંદામાન નિકોબાર સહિત ર૧ રાજ્યોમાં હવામાન વિભાગે ભારે વરસાદની આગાહી કરતા એલર્ટ જાહેર કરી દેવાયું છે.

હવામાન

weather

શબ્દવ્યુહ

MARKET

માર્કેટ યાર્ડ - હાપા, જામજોધપુર, જામનગર બ્રાસ સીટી:

માર્કેટ યાર્ડ - હાપા   ઘઉં ....242 ...383 । મગ ....800 ...1680 । લસણ ....160 ...805 । ચણા। ....160 ...805   માર્કેટ યાર્ડ - જામજોધપુર   કપાસ। ....780 ...937 । જીરૂ। ....2600 ...3125 । અરેંડા। ....650 ...729   જામનગર બ્રાસ સીટી   બ્રાસ હાની ઢાંળો ...315.00 । બ્રાસ હાની વાસંણ ...327.00 । બ્રાસ હાની પાઈપ ...329.00 । બ્રાસ વિલાયતી ....310.00
close
Nobat Subscription