હાર્દિક ૫ટેલ ર ઓકટોબરથી ફરી આવશે મેદાનમાંઃ હવે આમરણાંત નહીં પ્રતીક ઉપવાસ કરશે / રૃા. પ ૩૮૩  કરોડનો ડિફોલ્ટર ગુજરાતી બિઝનસમેન નીતિન સાંડેસરા યુએઈથી ફરારઃ નાઈઝીરયા ભાગ્યો હોવાની શેવાતી શંકા / પ્રધાનમંત્રી મોદી ત્રણ દિવસમાં બે વખત આવશે ગુજરાતઃ ર ઓકટોબરના દિને લેશે પોરબંદરની મુલાકાત /

દેવભૂમિ દ્વારકા જિલ્લામાં પોષણ અભિયાનનો થયો પ્રારંભઃ તારીખ ર૪ એપ્રિલ સુધી ચાલશે

જામનગર તા. ૧૬ઃ ૧૪ એપ્રિલ, ર૦૧૮ ડો. બાબાસાહેબ આંબેડકર જયંતીથી શરૃ કરીને તા. ર૪ એપ્રિલ, ર૦૧૮ સુધી ભારત સરકારના મહિલા અને બાળ વિકાસ મંત્રાલય દ્વારા જન્મથી ૬ વર્ષ સુધીના બાળકો, સગર્ભા સ્ત્રીઓ અને ધાત્રી માતાઓના પોષણ સ્તરમાં સુધારો કરવા માટે નેશનલ ન્યુટ્રીશન મીશન અંતર્ગત 'પોષણ અભિયાન'ની શરૃઆત થઈ છે.

આ સમયગાળા દરમિયાન 'પોષણ અભિયાન'ના અસરકારક અમલીકરણ માટે કામગીરીને જનઆંદોલનમાં પરિવર્તિત કરી દેવાય તેવું માન. પ્રધાનમંત્રી દ્વારા આહ્વાન કરવામાં આવેલ છે. જે માટે મહિલા બાળ વિકાસ વિભાગ, આરોગ્ય વિભાગ, ગ્રામીણ વિકાસ વિભાગ, પંચાયતી રાજ વગેરે વિભાગોએ એક-બીજાના સંકલનમાં રહી કાર્ય કરવાનું આયોજન કર્યું છે. ભારત સરકાર દ્વારા પોષણ અભિયાનના જનઆંદોલન માટે ૧૪ એપ્રિલ ર૦૧૮ ડો. બાબાસાહેબ આંબેડકર જયંતીથી તા. ૧૪ એપ્રિલ, ર૦૧૮ રાષ્ટ્રીય પંચાયતી રાજ દિવસ સુધીમાં દેશભરની ગ્રામ પંચાયતોમાં પોષણ વિષયક બાબતો અને જે-તે ગ્રામ પંચાયની આરોગ્ય અને સ્વચ્છતાની બાબતો અંગે ચર્ચાઓ કરવી, બેઠકના આયોજન કરવા અને અમલીકરણ કરવાનું નક્કી કરવામાં આવ્યું છે. આ કાર્યક્રમ અંતર્ગત આઈ.સી.ડી.એસ. વિભાગ તથા આરોગ્ય વિભાગ દ્વારા ૦ થી ૬ વર્ષના બાળકોના વજન કરીને આંગણવાડી કેન્દ્રો ઉપર દર્શાવવામાં આવે તેમજ તેના વજન અને આરોગ્યની સ્થિતિ સુધારવા પગલાં લેવામાં આવે તેવું સૂચવવામાં આવ્યું છે. સગર્ભા મહિલાઓ તથા ધાત્રી માતાની સ્થિતિ સુધારવા પગલાં લેવાનું પણ આયોજન કરવામાં આવ્યું છે, જે ધ્યાને લઈ આ કાર્યક્રમના સફળ અમલીકરણ માટે ગ્રામ પંચાયતોમાં આરોગ્ય અને પોષણ વિષયક તથા સ્વચ્છતાની બાબતો અંગે ખાસ તકેદારી દાખવવાનું સૂચવવામાં આવ્યું છે. સામૂદાયિક સ્તરે બાળકોના વજન, સગર્ભા મહિલાઓનું વજન અને જરૃરી તપાસ કરી આરોગ્ય ક્ષેત્રે સ્વાવલંબન બનાવવાની નેમ રાખવામાં આવી છે.

આ કાર્યક્રમમાં આગંણવાડી કાર્યકર, સ્ત્રી આરોગ્ય કાર્યકર તેમજ આશા બહેનોને તેમજ જુદા-જુદા વિભાગના કર્મચારીઓના સહકારથી જનસમૂદાયનો સહકાર મળી રહે તેવું ગ્રામ્ય સ્તરે આયોજન કરી આ કાર્યક્રમને પૂરો સાથ-સહકાર આપવા મુખ્ય જિલ્લા આરોગ્ય અધિકારી, દેવભૂમિ દ્વારકા દ્વારા જાહેર અપીલ કરવામાં આવી છે.

હવામાન

weather

શબ્દવ્યુહ

માર્કેટ યાર્ડ - હાપા, જામજોધપુર, જામનગર બ્રાસ સીટી:

માર્કેટ યાર્ડ - હાપા   ઘઉં ....242 ...383 । મગ ....800 ...1680 । લસણ ....160 ...805 । ચણા। ....160 ...805   માર્કેટ યાર્ડ - જામજોધપુર   કપાસ। ....780 ...937 । જીરૂ। ....2600 ...3125 । અરેંડા। ....650 ...729   જામનગર બ્રાસ સીટી   બ્રાસ હાની ઢાંળો ...315.00 । બ્રાસ હાની વાસંણ ...327.00 । બ્રાસ હાની પાઈપ ...329.00 । બ્રાસ વિલાયતી ....310.00