જામ્યુકોની એસ્ટેટ શાખા દ્વારા ૬ રેંકડીઓ કબજેઃ કેટલીક હટાવાઈ

જામનગર તા. ૩ઃ જામનગરમાં એક ઈંડા કળીની રેકંડી પાસે હત્યાનો બનાવ બન્યા પછી ગત્ રાત્રે મહાનગરપાલિકાએ છ રેકડીઓ કબજે કરી હતી. જામનગરમાં સાતરસ્તા નજીક ગત્ અઠવાડિયામાં એક ઈંડા-કળીની રેંકડી પાસે યુવાનની હત્યા નિપજાવાઈ હતી. આ પછી ગઈકાલે જામનગરમાં રાજપૂત સમાજના લોકો દ્વારા વિશાળ રેલી કાઢી મ્યુની. કમિશ્નર અને જિલ્લા પોલીસવડાને આવેદનપત્ર પાઠવી મોડીરાત્રિ સુધી ખૂલ્લી રહેતી ઈંડા-કળીની રેંકડીઓ બંધ કરાવવાની માંગણી કરવામાં આવી હતી. આ પછી ગત્ રાત્રે જ મહાનગરપાલિકાનું તંત્ર હરકતમાં આવ્યું હતું. એસ્ટેટ શાખાના દિલીતભાઈ, રાજભા ચાવડા, સુનિલ ભાનુશાળી વિગેરેએ જી.જી. હોસ્પિટલથી ગુલાબનગર માર્ગે ચેકીંગ કરવામાં આવ્યું હતું અને જાહેર માર્ગ ઉપર રાખવામાં આવેલી છ રેંકડીઓ કબજે લેવામાં આવી હતી. આ ઉપરાંત અનેક રેંકડી ધારકોને દૂર ખસેડવામાં આવ્યા હતાં. ચાલુ સપ્તાહમાં આ કામગીરી દૈનિક ધોરણે ચાલુ રાખવામાં આવનાર છે.

close
Ank Bandh
close
PPE Kit