પંડયા બ્રધર્સે ધોનીની કારથી પણ મોંઘી કાર ખરીદીઃ તસ્વીરો સોશ્યલ મિડીયા પર થઈ વાઈરલ / ગભરાયેલા પાકિસ્તાને ફરી નૌશેરામાં સીઝફાયરનું કર્યું ઉલ્લંઘનઃ એક જવાન શહીદ /

રાજ્યની તમામ શાળા તેમજ કોલેજોમાં મોબાઈલ ફોન વપરાશ પર કડક પ્રતિબંધ

અમદાવાદ તા. ૧૦ઃ ગુજરાત રાજ્યના શિક્ષણ વિભાગે રાજ્યની તમામ શાળા-કોલેજોમાં મોબાઈલ ફોન વાપરવા ઉપર કડક પ્રતિબંધ મૂકવાનો મહત્ત્વપૂર્ણ આદેશ કર્યો છે.

શિક્ષણ વિભાગ દ્વારા જાહેર કરાયેલ પરિપત્ર પ્રમાણે છેલ્લા કેટલાક વર્ષોમાં મોબાઈલ ફોનનો ઉપયોગ ઘણો જ વધ્યો છે. વિદ્યાર્થીઓ દ્વારા પણ મોબાઈલ ફોનનો વ૫રાશ વધતો જાય છે. આનાથી શાળા-કોલેજોના શૈક્ષણિક વાતાવરણને ખરાબ અસર થાય છે. તેથી શાળા-કોલેજોમાં મોબાઈલ ફોનના વપરાશ પર પ્રતિબંધ મૂકવાનું સરકારશ્રીની વિચારણામાં હતુ. પુખ્ત વિચારણાના અંતે શાળા-કોલેજોમાં મોબાઈલ ફોનના વપરાશ અંગે પ્રતિબંધાત્મક સૂચનાઓ આપવામાં આવી છે.

જેમાં ધોરણ ૧૨ સુધીની (એટલે કે તમામ) શાળાઓમાં વિદ્યાર્થીઓને મોબાઈલ ફોન લઈ જવા પર પ્રતિબંધ ફરમાવવામાં આવે છે. આ શાળાઓના શિક્ષકો સહિત તમામ કર્મચારીઓ તથા શાળામાં આવતા વાલીઓ સહીતના મુલાકાતીઓ વર્ગખંડ, ગ્રંથાલય, પ્રયોગશાળા કે શૈક્ષણિક બાબત સાથે સંકળાયેલ કોઈપણ જગ્યાએ મોબાઈલ વાપરી શકાશે નહીં.

કોલેજ સ્તરે (ધો. ૧૨ પછી) પણ વર્ગખંડ, ગ્રંથાલય, પ્રયોગશાળા કે શૈક્ષણિક બાબત સાથે સંકળાયેલ કોઈપણ જગ્યાએ વિદ્યાર્થીઓ, શિક્ષકો સહિત તમામ કર્મચારીઓ તથા વાલીઓ સહિતના તમામ મુલાકાતીઓ મોબાઈલ વાપરી શકશે નહીં.

તે ઉપરાંત શાળાઓ-બિલ્ડીંગમાં મધ્યસ્થ જગ્યાએ લેન્ડ લાઈન ફોનની સુવિધા રાખવા ભલામણ કરવામાં આવે છે. જેથી કટોકટીના સમયે જરૃર પડ્યે કર્મચારીઓ તથા વિદ્યાર્થીઓ ફોન કરી શકે. આવા ફોન પર આવેલ સંદેશાઓ સત્વરે સંબંધિત કર્મચારી-વિદ્યાર્થીને પહોંચતા કરી શકાય તે માટેની વ્યવસ્થા ગોઠવવાની જવાબદારી શાળાના આચાર્યની રહેશે.

હવામાન

weather

શબ્દવ્યુહ

MARKET

માર્કેટ યાર્ડ - હાપા, જામજોધપુર, જામનગર બ્રાસ સીટી:

માર્કેટ યાર્ડ - હાપા   ઘઉં ....242 ...383 । મગ ....800 ...1680 । લસણ ....160 ...805 । ચણા। ....160 ...805   માર્કેટ યાર્ડ - જામજોધપુર   કપાસ। ....780 ...937 । જીરૂ। ....2600 ...3125 । અરેંડા। ....650 ...729   જામનગર બ્રાસ સીટી   બ્રાસ હાની ઢાંળો ...315.00 । બ્રાસ હાની વાસંણ ...327.00 । બ્રાસ હાની પાઈપ ...329.00 । બ્રાસ વિલાયતી ....310.00
close
Nobat Subscription