જામનગર તા. ૮ઃ ગુજરાતના દરિયાકાંઠા વિસ્તારોમાં 'મહા' વાવાઝોડાનો ખતરો ઝળુંબી રહ્યો હતો. જેના પગલે ઓખા અને બેટદ્વારકા વચ્ચે ચાલતી ફેરીબોટ સેવાને બંધ કરી દેવામાં આવી હતી. હવે 'મહા' વાવાઝોડાનું સંકટ ટળી જતા ઓખા-બેટદ્વારકા ફેરી બોટ સેવાનો પુનઃ પ્રારંભ કરી દેવામાં આવ્યો છે.