રૃા. આઠ લાખનો ચેક મુખ્યમંત્રીને અર્પણ

જમ્મુ-કાશ્મીરના પુલવામામાં આતંકી હુમલામાં શહીદ થયેલા આપણી સેનાના વીર જવાનોના પરિવારજનોને સહાયરૃપ થવા 'નોબત' દ્વારા રૃપિયા પ૧ હજારનો ફાળો અર્પણ કરી શહીદ સૈનિક સહાય નિધિના માધ્યમથી ફાળો આપવા ટહેલ નાંખી હતી. જેના પ્રતિભાવમાં હાલારના 'નોબત'ના વાચકો, તેમજ દેશ-વિદેશના લોકોએ પણ યથાશક્તિ પોતાનું યાગદાન આપ્યું હતું. આ શહિદ સૈનિક સહાય નિધીમાં એકત્ર થયેલ રૃપિયા આઠ લાખની રકમનો ચેક 'નોબત'ના ચેતનભાઈ માધવાણીના હસ્તે ગુજરાત રાજ્યના મુખ્યમંત્રી વિજયભાઈ રૃપાણીને ગાંધીનગરમાં રૃબરૃમાં અર્પણ કરવામાં આવ્યો હતો. આ પ્રસંગે રાજ્યકક્ષાના મંત્રી ધર્મેન્દ્રસિંહ જાડેજા (હકુભા), જામનગર ગ્રામ્યના ધારાસભ્ય રાઘવજીભાઈ પટેલ તથા 'નોબત'ના અમદાવાદ સ્થિત સિનીયર પત્રકાર હરેશભાઈ ભટ્ટ ઉપસ્થિત રહ્યા હતાં. અત્રે ઉલ્લેખનીય છે કે કારગીલ યુદ્ધ સમયે પણ 'નોબત' દ્વારા એકત્ર થયેલ રૃા. અઢાર લાખની રકમનો ચેક તત્કાલિન વડાપ્રધાન અટલ બિહારી વાજપાઈને 'નોબત'ના તંત્રી પ્રદીપભાઈ માધવાણીના હસ્તે અર્પણ કરવામાં આવ્યો હતો. મુખ્યમંત્રી વિજયભાઈ રૃપાણીએ 'નોબત'ની લોકપ્રિયતા અને દેશ પ્રત્યેની ભાવના સાથેની સેવાકિય પ્રવૃત્તિઓને બિરદાવી હતી.

close
Nobat Varsik Lavajam Yojna 2020-21
close
PPE Kit