ગિરના જંગલોમાં સિંહની સંખ્યામાં થયો વધારોઃ પ્રાથમિક ગણત્રી કરાઈઃ ૬૦૦ જેટલા નોંધાયા સિંહ / લિબીયામાં રાજધાની તરફ વિદ્રોહી સેના આગળ વધીઃ પ૦૦ જેટલા ભારતીયોને સુષ્મા સ્વરાજે ઝડપથી દેશ છોડવા કહ્યું / પાસના નેતા હાર્દિક પટેલને લાફો જીકનાર યુવકના કડી તેમજ જાસલપુરમાં આવેલા નિવાસ સ્થાને બીએસએફના જવાનો તથા પોલીસ તૈનાત /

જામનગરની સરકારી શાળાનું ધો.૧ર વિજ્ઞાન પ્રવાહનું પરિણામ શૂન્ય ટકા!

જામનગર તા.૧૬ ઃ ધો.૧ર વિજ્ઞાન પ્રવાહનું પરિણામ તાજેતરમાં જાહેર થયું હતું જેમાં જામનગરની બે સરકારી શાળાનું શૂન્ય ટકા પરિણામ જાહેર થયું છે.

ગત માર્ચ માસમાં લેવામાં આવેલી ધો.૧ર વિજ્ઞાન પ્રવાહની પરીક્ષાનું તાજેતરમાં પરિણામ જાહેર થયું હતું. શહેરની ખાનગી સ્કૂલોનું સારૃં પરિણામ આવ્યું છે. જ્યારે અપેક્ષા મુજબ સરકારી શાળાનું પરિણામ શૂન્ય ટકા આવ્યું છે એટલે કે આજે પણ સરકારી શાળામાં વિજ્ઞાન પ્રવાહના શિક્ષણ સ્તરમાં ખાસ ફરક પડયો નથી. જામનગરની સજુબા ગર્લ્સ હાઈસ્કૂલમાં પાંચ વિદ્યાર્થીનીઓએ ધો.૧ર વિજ્ઞાન પ્રવાહની પરીક્ષા આપી હતી જેનું પરિણામ શૂન્ય ટકા આવ્યું છે. તેવી જ રીતે બીજી સરકારી શાળા નવાનગર હાઈસ્કૂલમાંથી સાત વિદ્યાર્થીઓએ પરીક્ષા આપી હતી તેમાંથી પણ કોઈ પાસ થયું નથી એટલે કે તેનું પરિણામ પણ શૂન્ય ટકા આવ્યું હતું.

હવામાન

weather

શબ્દવ્યુહ

MARKET

માર્કેટ યાર્ડ - હાપા, જામજોધપુર, જામનગર બ્રાસ સીટી:

માર્કેટ યાર્ડ - હાપા   ઘઉં ....242 ...383 । મગ ....800 ...1680 । લસણ ....160 ...805 । ચણા। ....160 ...805   માર્કેટ યાર્ડ - જામજોધપુર   કપાસ। ....780 ...937 । જીરૂ। ....2600 ...3125 । અરેંડા। ....650 ...729   જામનગર બ્રાસ સીટી   બ્રાસ હાની ઢાંળો ...315.00 । બ્રાસ હાની વાસંણ ...327.00 । બ્રાસ હાની પાઈપ ...329.00 । બ્રાસ વિલાયતી ....310.00
close
Nobat Subscription