પી. ચીદમ્બરની થઈ શકે છે ધરપકડઃ દિલ્હી હાઈકોર્ટે ચીદમ્બરના ફગાવ્યા જામીન / ગુજરાતમાં અમદાવાદ સહિતના શહેરમાં આગામી ચાર દિવસ ભારેઃ     સાયકલોનિક સર્ક્યુલેશન સિસ્ટમ સક્રિય / કાશ્મિર માટે શરૃ કરાયેલી હેલ્પલાઈન પર પાકિસ્તાનીઓની ગાળાગાળી / બાંગ્લાદેશમાં આવેલી ઝુપડપટ્ટીમાં લાગી ભીષણ આગઃ  પચ્ચાસ હજાર લોકો બન્યા બેઘર

મહાનગર૫ાલિકાના સહયોગથી દિવ્યાંગ સ્વાભિમાન સમર્પણ ચિંતન શિબિર યોજાઈ

જામનગર તા. ૧૩ઃ તાજેતરમાં જામનગર મહાનગરપાલિકાના સહકારથી આશાદીપ વિક્લાંગ કલ્યાણકારી ટ્રસ્ટ-જામનગર દ્વારા દર મહિનાના પ્રથમ રવિવારે રણમલ તળાવ પર સાંજે ૪ થી ૬ દરમિયાન દિવ્યાંગ સ્વાભિમાન સમર્પણ ચિંતન શિબિર-ર૦૧૮ યોજવાના ભાગરૃપે તા. ૪ ને રવિવારના દિને દ્વિતીય શિબિર જામનગર ટ્રાફિક પોલીસ વિભાગના કાનજીભાઈ પનારા-એ.એસ.આઈ.ના અધ્યક્ષસ્થાને યોજવમાં આવી હતી.

ઉપરોક્ત શિબિરમાં અસ્થિવિષયક, શ્રવણમંદ, મંદબુદ્ધિ સહિતની કેટેગરીના ૧૦ બહેનો તથા ૪૦ ભાઈઓ સહિત પ૦ દિવ્યાંગો અને પાંચ વાલીઓ સહિત પપ વ્યક્તિઓ શિબિરમાં સહભાગી-લાભાન્વિત શિબિરમાં રાજ્ય સરકાર દ્વારા યોજાયેલ ગુજરાત રાજ્ય રોડ સેફ્ટી વીક-ર૦૧ (ર૯ મી જાન્યુઆરીથી ૪થી ફેબ્રુઆરી) ના જાગંતિ કાર્યક્રમમાં દિવ્યાંગ સમુદાયની સહભાગીતા પ્રસ્થાપિત કરવા દિવ્યાંગ સમુદાયમાં ટ્રાફિક એવરનેસની વિસ્તૃત સમજ મળી રહે તે માટે આ ખાસ ટ્રાફિક સપ્તાહના અંતિમ દિવસે જામનગર ટ્રાફિક પોલીસ વિભાગના કાનજીભાઈ પનારા-એ.એસ.આઈ. દ્વારા દિવ્યાંગ સમુદાયને ટ્રાફિકના નિયમો પાળવા, ટ્રાફિકને લગતી નિશાનીઓ, ચેતવણી ચિહનો, દિશા સૂચક નિશાનીઓ, આદેશાત્મક ચિહનો, માહિતી દર્શક ચિહનો, રોડ પરની નિશાનીઓ, મુખ્ય આકારો, સડક પર દોરેલા ચિહનો, રંગો, હેડમેટ, સીટ બેલ્ટનું મહત્ત્વ, દિવ્યાંગના ઈનવેલીડ કેરેજ વાહનો તેની નોંધણી, લાયસન્સની વિસ્તૃત સમજ સાથે દિવ્યાંગ સમુદાયને જીવનમાં નાશીપાસ થયા વગર હિંમતથી અરસપરસ સહયોગી બનવા-સમાજમાં સેવા આપવા સક્ષમ બનવા તેમજ કોઈપણ વ્યક્તિ ઈજાગ્રસ્ત થાય અથવા અચાનક બીમાર પડે તો શરૃઆતના તબક્કામાં આવતી મદદ પ્રાથમિક સારવાર ફર્સ્ટ એઈડનું કાર્ય વ્યક્તિને વધારે નુક્સાન થતું રોકવાનું અને તબિયતમાં સ્થિરતા લાવવાનું હોવાનું અને પ્રથમ મદદગાર ફસ્ટ રીસ્પોન્ડર, સ્વયંસેવક બનવા, સીપીઆરની તાલીમ મેળવવા અને આ જીવન રક્ષણ માટેની મહત્ત્વની તાલીમના સૂત્ર ઁઇછડ્ઢઁછસ્ ની વિસ્તૃતસમજ-તાલીમ મેળવવા અને જરૃર જણાય ત્યારે જ ૧૦૮ ઈમરજન્સી સેવાનો ઉપયોગ કરવા સહિતની વિસ્તૃત સમજ આપી હતી અને ઉપસ્થિત દરેક દિવ્યાંગ ભાઈઓ-બહેનો-બાળકોને ગુજરાત રાજ્ય રોડ સેફ્ટી વીક-ર૦૧૮ ની ઉજવણીમાં સહભાગી થવા અનુરો કર્યો હતો.

શિબિરમાં ટ્રાફિક પોલીસ વિભાગના કાનજીભાઈ પનારા-એ.એસ.આઈ. દ્વારા અલ્પાહારની પણ વ્યવસ્થા કરવામાં આવી હતી.

શિબિરમાં દિવ્યાંગોની ક્રિકેટની ટીમ બનાવવા માટે નામની નોંધણી કરવામાં આવી હતી. જે ટીમને યોગ્ય તાલીમ અપાવવા અને વર્ષમાં એક વખત જામનગર જિલ્લાના દિવ્યાંગ ક્રિકેટરો માટે અજીતસિંહજી પેવેલિયન-જામનગરના ક્રિકેટ ગ્રાઉન્ડમાં રમવાની તક આપવા, સીપીઆરની ખાસ કિસ્સામાં ૧ દિવસની દિવ્યાંગોને તાલીમ અપાવવા, સુરક્ષા સેતુ અંતર્ગત દિવ્યાંગોને પોલીસ મિત્ર તરીકે જોડવા, દિવ્યાંગો તેમજ તેમના પરિવારને પૂરતી સુરક્ષા મળી રહે તે માટે પ્રવર્તમાન ડિસે, એક્ટ-ર૦૧૬ અંતર્ગત સહાયરૃપ થવા અને સુરત પોલીસ કમિશનરના દિવ્યાંગોની ફરિયાદ ઘર બેઠા નોંધણી થઈ શકે તેવી વ્યવસ્થા કરાવવા, માહિતી અધિકાર અધિનિયમ-ર૦૦પ તળે અરજી ફી તથા માહિતી ફીમાંથી દિવ્યાંગોને મુક્તિ આપવા, રેલવે પ્લેટફોર્મમાં વિનામૂલ્યે પ્રવેશની સવલત આપી પ્લેટફોર્મ ટિકિટમાંથી મુક્તિ આપવા સહિતના સૂચનો રજૂ થયા હતાં. શિબિરમાં દિવ્યાંગ સમુદાયના રજૂ થયેલ વિવિધ પ્રશ્નોની ચર્ચા-વિચારણા અને યોગ્ય સ્તરે આ અંગે રજૂઆત કરવાનો નિર્ધાર કરવામાં આવ્યો હતો.

શિબિરને સફળ બનાવવા ટ્રસ્ટના ઉપપ્રમુખ રાજેશભાઈ પાલેજા, ટ્રસ્ટી રમણિકભાઈ ચાંગાણી, કાર્યકર જીવરાજભાઈ ચાંગાણી, સુરેન્દ્રસિંહ ચૌહાણ, કિરણસિંહ સોલંકી, પ્રફુલ્લાબેન મંગે, જાયણીબેન મોઢા, રાહુલભાઈ સોનગરા, શ્રવણમંદના પ્રતિનિધિ ગોદાવરીબેન કટારમલ સહિતના કાર્યકરોએ ખાસ જહેમત ઊઠાવી હતી.

હવામાન

weather

શબ્દવ્યુહ

MARKET

માર્કેટ યાર્ડ - હાપા, જામજોધપુર, જામનગર બ્રાસ સીટી:

માર્કેટ યાર્ડ - હાપા   ઘઉં ....242 ...383 । મગ ....800 ...1680 । લસણ ....160 ...805 । ચણા। ....160 ...805   માર્કેટ યાર્ડ - જામજોધપુર   કપાસ। ....780 ...937 । જીરૂ। ....2600 ...3125 । અરેંડા। ....650 ...729   જામનગર બ્રાસ સીટી   બ્રાસ હાની ઢાંળો ...315.00 । બ્રાસ હાની વાસંણ ...327.00 । બ્રાસ હાની પાઈપ ...329.00 । બ્રાસ વિલાયતી ....310.00
close
Nobat Subscription