ગાંધીનગરઃ છત્રાલની બેંકમાં ફાયરિંગઃ ત્રણ શખ્સોએ ચલાવી લૂંટઃ એકાદ કરોડ રૃપિયા લૂંટાયા હોવાની શક્યતા / પ્રધાનમંત્રી મોદીએ આપી ફરી ચેતવણીઃ છુપાઈ નહીં શકે પુલવામાના ગુનેાગારઃ સજા જરૃર મળશે / વિમાનમાં ખામી સર્જાઈઃ શહીદોના મૃતદેહો પટનાના એરપોર્ટ પર અટવાયા / નવજોત સિદ્ધુને પાકિસ્તાન પ્રેમ પડયો ભારેઃ ધ કપિલ શર્માના શો માથી થઈ હક્કાલ પટ્ટી /

ભાજપ-ટીડીપી વચ્ચે મડાગાંઠઃ કેન્દ્ર અને રાજ્ય સરકારમાંથી મંત્રીઓના રાજીનામા

નવી દિલ્હી તા. ૮ઃ ગઈકાલે રાત્રે એક પ્રેસ કોન્ફરન્સ યોજીને મોદી સરકાર સામે ટીડીપી નેતા અને મુખ્યમંત્રી ચંદ્રબાબુ નાયડુએ નારાજગી વ્યક્ત કર્યા પછી આજે આંધ્રપ્રદેશની રાજ્ય સરકારમાંથી ભાજપના બે મંત્રીઓએ રાજીનામા આપી દીધાં હતાં. ટીડીપીએ પોતાના મંત્રીઓની કેન્દ્ર સરકારમાંથી રાજીનામાની જાહેરાત પહેલેથી જ કરી દીધી હોવાથી ભાજપ-ટીડીપી વચ્ચેની મડાગાંઠ સર્જાઈ છે. આથી આ ગઠબંધન તૂટી ગયું હોવાના સંકેતો મળી રહ્યાં છે.

આંધ્રપ્રદેશને ખાસ રાજ્યનો દરજ્જો આપવાના મુદ્દે ભાજપ અને ટીડીપી વચ્ચે મડાગાંઠ સર્જાઈ છે અને રાજીનામાનો દોર ચાલી રહ્યો છે. ટીડીપીના વડા અને આંધ્રપ્રદેશના મુખ્યપ્રધાન ચન્દ્રબાબુ નાયડુએ બુધવારના દિવસે એનડીએ સાથે છેડો ફાડવાના સંકેતો આપ્યા પછી હવે ભાજપે પણ નાયડુ સરકારમાંથી બહાર નિકળી જવાનો નિર્ણય કર્યો છે. આંધ્રપ્રદેશમાં ભાજપના ક્વોટાના બે પ્રધાનોએ આજે રાજીનામા આપી દીધા હતા. અમરાવતીમાં મુખ્યપ્રધાન કચેરી પહોંચીને ભાજપના ક્વોટાના બે પ્રધાનોએ આંધ્રપ્રદેશ કેબિનેટમાંથી રાજીનામા આપી દીધા છે.

નાયડુ સરકારમાંથી બહાર નિકળી જવાની જાહેરાત કરીને બન્ને પ્રધાનોએ તેમના રાજીનામા સોંપી દીધા હતા. આ પહેલા આંધ્રપ્રદેશમાં ભાજપના એમએલસી પીવીએન માધવે કહ્યુ હતુ કે ટીડીપી કેબિનેટમાંથી અમારા પ્રધાનો બહાર નિકળી ચુક્યા છે. તેમણે કહ્યુ હતુ કે કેન્દ્ર સરકાર રાજ્યને તમામ મદદ કરી રહી છે પરંતુ બિનજરૃરી માંગ સ્વકારવામાં આવનાર નથી. બીજી બાજુ કેન્દ્રમાં ટીડીપી ક્વોટાના પ્રધાન વાય.એસ. ચોધરીએ કહ્યુ હતુ કે આ પગલુ યોગ્ય નથી પરંતુ કમનસીબે અમને પગલુ લેવાની ફરજ પડી રહી છે.  તેમણે કહ્યું કે, કેન્દ્રીય મંત્રી અશોક ગજપતિ રાજુ સાથે અમે બન્ે આજે રાજીનામું આપીશું.

ચન્દ્રબાબુ નાયડુએ કહ્યુ હતુ કે, કેન્દ્ર સરકારે અમને આપવામાં આવેલા વચનો પાળ્યા નથી. અમે બજેટના દિવસથી આ મુદ્દાને ઉઠાવી રહ્યા છીએ. સરકાર તરફથી આ સંબંધમાં કોઇ જવાબ મળી રહ્યા ન હતા. નાયડુએ કહ્યુ હતુ કે છેલ્લા ચાર વર્ષથી ધીરજ રાખી રહ્યા હતા. કેન્દ્ર સરકારને મનાવવા માટેના તમામ પ્રયાસ કર્યા હતા.

હવામાન

weather

શબ્દવ્યુહ

MARKET

માર્કેટ યાર્ડ - હાપા, જામજોધપુર, જામનગર બ્રાસ સીટી:

માર્કેટ યાર્ડ - હાપા   ઘઉં ....242 ...383 । મગ ....800 ...1680 । લસણ ....160 ...805 । ચણા। ....160 ...805   માર્કેટ યાર્ડ - જામજોધપુર   કપાસ। ....780 ...937 । જીરૂ। ....2600 ...3125 । અરેંડા। ....650 ...729   જામનગર બ્રાસ સીટી   બ્રાસ હાની ઢાંળો ...315.00 । બ્રાસ હાની વાસંણ ...327.00 । બ્રાસ હાની પાઈપ ...329.00 । બ્રાસ વિલાયતી ....310.00