આઈ૫ીએલ ર૦૧૯ઃ વરૃણ ધવનની બેઝ પ્રાઈઝ હતી ર૦ લાખઃ ર૦૧૯ના આઈપીએલમાં ૮.૪ કરોડની બોલાઈબોલી / જસદણ પેટા ચૂંટણી જંગઃ કુંવરજી બાવળીયા, ભરત બોધરા, અવસર નાકીયા, ભોળાભાઈ ગોહેલ મેદાનમા /

સહિયારા કૂવામાંથી પાણી લેવાની બાબતે યુવાન પર ભાઈ-ભત્રીજાઓનો હુમલો

જામનગર તા. ૧૩ઃ ખંભાળિયાના વિરમદળ ગામમાં સહિયારા કૂવામાંથી પાણી મેળવવાની બાબતે એક યુવાનને સગા ભાઈ-ભત્રીજાઓએ ધોકાવી નાખ્યો છે.

ખંભાળિયા તાલુકાના વિરમદળ ગામમાં રહેતા ઈશાભાઈ જેસાભાઈ ડાંગર નામના યુવાન પર ગઈકાલે તેના સગા ભાઈ સવાભાઈ જેસાભાઈ ડાંગર તેમજ ભત્રીજા ગોવિંદ વેજાણંદ, ભરત કેશુર તથા હેમત કનાભાઈએ હુમલો કરી માર મારતા ઈશાભાઈને સારવાર માટે જામનગરની જી.જી. હોસ્પિટલમાં ખસેડવામાં આવ્યા છે.

ઈજાગ્રસ્તનું જી.જી. હોસ્પિટલ પોલીસ ચોકીના જમાદાર નારણભાઈએ નિવેદન નોંધતા ઈશાભાઈએ ભાયુભાગમાં આવેલા સહિયારા કૂવામાંથી પાણી મેળવવાની બાબતે ભાઈ-ભત્રીજાઓએ માર માર્યાનું જણાવ્યુું છે. આ બાબતની ખંભાળિયા પોલીસને જાણ કરવામાં આવી છે.

 

હવામાન

weather

શબ્દવ્યુહ

માર્કેટ યાર્ડ - હાપા, જામજોધપુર, જામનગર બ્રાસ સીટી:

માર્કેટ યાર્ડ - હાપા   ઘઉં ....242 ...383 । મગ ....800 ...1680 । લસણ ....160 ...805 । ચણા। ....160 ...805   માર્કેટ યાર્ડ - જામજોધપુર   કપાસ। ....780 ...937 । જીરૂ। ....2600 ...3125 । અરેંડા। ....650 ...729   જામનગર બ્રાસ સીટી   બ્રાસ હાની ઢાંળો ...315.00 । બ્રાસ હાની વાસંણ ...327.00 । બ્રાસ હાની પાઈપ ...329.00 । બ્રાસ વિલાયતી ....310.00