આઈ૫ીએલ ર૦૧૯ઃ વરૃણ ધવનની બેઝ પ્રાઈઝ હતી ર૦ લાખઃ ર૦૧૯ના આઈપીએલમાં ૮.૪ કરોડની બોલાઈબોલી / જસદણ પેટા ચૂંટણી જંગઃ કુંવરજી બાવળીયા, ભરત બોધરા, અવસર નાકીયા, ભોળાભાઈ ગોહેલ મેદાનમા /

ઉધાર ઈંટ ખરીદ્યા પછી આસામીને ધૂમ્બો મરાયો

જામનગર તા.૧૩ ઃ ધ્રોલમાં ઈંટનો વ્યવસાય કરતા એક આસામીને ત્રણ શખ્સોએ વિશ્વાસમાં લઈ તેની પાસેથી દોઢ લાખ જેટલી ઈંટ ઉધાર ખરીદ્યા પછી તેની રકમ નહીં ચૂકવતા છેતરપિંડી કરાયાની પોલીસમાં રાવ થઈ છે.

ધ્રોલના લતીપુર રોડ પર રહેતા અને વાગુદળ ગામ પાસે ઈંટનો ભઠ્ઠો ચલાવતા રમેશભાઈ ટપુભાઈ વાઘેલા નામના આસામીને સાતેક મહિના પહેલા રાજકોટના બિલ્ડર ઘનશ્યામ આર. પટેલનો સંપર્ક થયો હતો.

રાજકોટના દોઢસો ફૂટ રીંગ રોડ પર સ્વામિનારાયણ કન્સ્ટ્રકશન નામની પેઢી ચલાવતા ઘનશ્યામભાઈ તથા જોડિયા તાલુકાના મેઘપર ગામના ભીખાભાઈ મૈયાભાઈ ટોયટા તેમજ પ્રવિણભાઈ વાલજીભાઈ વાઘેલાએ પોતાને ઈંટો ખરીદવી હોવાનું કહી રમેશભાઈને વિશ્વાસમાં લીધા પછી ૧ લાખ ૪પ હજાર નંગ ઈંટની ખરીદી કરી હતી.

ઉપરોક્ત માલની રૃા.૪,ર૦,પ૦૦ની રકમ બાકી રાખ્યા પછી ઉપરોકત ત્રણેય શખ્સોએ સાત મહિના સુધી તેની ચૂકવણી નહીં કરતા રમેશભાઈએ પોતાની સાથે વિશ્વાસઘાત, છેતરપિંડી થઈ હોવાનું માની ગઈકાલે ધ્રોલ પોલીસ સ્ટેશનમાં ફરિયાદ નોંધાવી છે. પોલીસે આઈપીસી ૪૦૬, ૪૨૦, ૧૧૪ હેઠળ ગુન્હો નોંધી તપાસ આરંભી છે.

હવામાન

weather

શબ્દવ્યુહ

માર્કેટ યાર્ડ - હાપા, જામજોધપુર, જામનગર બ્રાસ સીટી:

માર્કેટ યાર્ડ - હાપા   ઘઉં ....242 ...383 । મગ ....800 ...1680 । લસણ ....160 ...805 । ચણા। ....160 ...805   માર્કેટ યાર્ડ - જામજોધપુર   કપાસ। ....780 ...937 । જીરૂ। ....2600 ...3125 । અરેંડા। ....650 ...729   જામનગર બ્રાસ સીટી   બ્રાસ હાની ઢાંળો ...315.00 । બ્રાસ હાની વાસંણ ...327.00 । બ્રાસ હાની પાઈપ ...329.00 । બ્રાસ વિલાયતી ....310.00