યુકેમાં ૧પ ઈંચ બરફ વર્ષાઃ એનર્જી પ્લાન્ટમાં ગેસ લીકેજ થતાં હજ્જારો લોકો થયા બે ઘર / વડોદરામાં લાઠીચાર્જના વિરોધમાં વકીલો ઉતર્યા રસ્તા પરઃ કર્યાે ચક્કાજામ / રશિયામાં પુતિનની ૭પ ટકા મત સાથે ફરી જીત /

ભૂકંપ અંગે જનજાગૃતિ માટે જામનગરમાં રાજ્યકક્ષાની મોકડ્રીલ યોજાશે

જામનગર તા. ૧૩ઃ જામનગરમાં ભૂકંપ જેવી સ્થિતિ ઊભી થાય તો સાવચેતી રાખવી અને કેવા પ્રકારના પગલા લેવા તે અંગે માહિતી આપતા જિલ્લા કલેક્ટર રવિશંકરે જણાવ્યું હતું કે, આગામી તા. ૧પ અને ૧૬ ના રોજ રાજ્યકક્ષાની મોકડ્રીલ યોજવામાં આવશે.

જામનગર જિલ્લો ભૂકંપ ઝોન-૪ માં આવતો હોય અને આગામી તા.૧૫ અને ૧૬ માર્ચ ૨૦૧૮ના રાજ્ય કક્ષાની ભૂકંપ અંગેની મોકડ્રીલનું આયોજન કરવામાં આવશે. ભૂકંપ પહેલા, દરમ્યાન અને પછી લેવાના થવાતા પગલાંઓ અંગે લોકોમાં જાગૃતિ નિર્માણ થઇ શકે તેવા હેતુથી ભૂકંપ અંગેની મોકડ્રીલનું આયોજન કરવામાં આવ્યું છે

ભૂકંપ પહેલા લેવાના થતાં પગલાંઓઃ

ધરતીકંપના કારણો અને અસરો અંગે જાણકારી મેળવવી. ભારે અને મોટી વસ્તુઓ ભોયતળીયે અથવા નીચામાં નીચી છાજલીએ રાખવી. સુવાની જગ્યાના ઉપરના ભાગે ફોટો ફ્રેમ, દર્પણ કે કાચ લગાવવા નહી. ક્ષતિવાળી વિજળીના કનેક્શન તથા લિકેજ ગેસ કનેકશન તુરતજ રીપેર કરાવી લેવા. અઠવાડીયા પુરતુ આકસ્મિક જરૂર પુરતા ખોરાક, પાણી, દવાઓ અને પ્રાથમિક સારવારની સામગ્રી તૈયાર રાખવી. જે લઇને નીકળી જઇ શકાય. સંપતિના વીમો તેમજ કુટુંબના જીવન વીમા ઉતરાવા અને વીમાના કાગળો સુરક્ષિત સ્થળે રાખવા. અગત્યના દસ્તાવેજો પાણીથી બગડે નહી તેવી કોથળીમાં રાખો. તેની નકલો કરાવી અન્ય સ્થળે પણ રાખવી. નજીકના આરોગ્ય કેન્દ્ર, અગ્નિશમન કેન્દ્ર, પોલીસ ચોકી વગેરેની માહિતીએ  તથા જાણકારી રાખવી. કુટુંબમાંથી ઓછામાં ઓછુ એક વ્યક્તિએ પ્રાથમિક સારવારની તાલીમ મેળવવી હિતાવહ છે.

ભૂકંપ દરમ્યાન લેવાના થતાં પગલાંઓમાં જોઈએ તો ગભરાશો નહી, સ્વસ્થ રહો અને અન્યને સ્વસ્થ રહેવા પ્રેરો. ગભરાહટમાં ખોટી દોડાદોડી કરવી નહી. ઘરમાંથી ખુલ્લી જગ્યામાં દોડી જવું. બહુમાળીમાં હોવ તો લીફ્ટનો ઉપયોગ કરવો નહી. જો વાહન હંકારતા હોવ તો તુરતજ સુરક્ષિત જગ્યાએ રોડની સાઇડમાં વાહન રોકી વાહનમાં જ બેસી રહો.જ્યારે મકાનની અંદર હોય ત્યારે સુરક્ષા માટે તમારા બંને હાથથી માથુ છુપાવી લઇ મકાનમાં કોઇપણ સુરક્ષિત ભાગમાં આશ્રય મેળવો. બારણાની ફ્રેમ નીચે, મજબુત ટેબલ નીચે કે મજબુત દીવાલ પાસે માથુ સાચવી બેસી રહેવું.

તેમજ ભૂકંપ પછી લેવાના થતાં પગલાંઓમાં અફવા ફેલાવશો નહી, અફવા સાંભળશો નહી, ચિત સ્વસ્થ રાખો. ભૂકંપ પછીના સામાન્ય આંચકાઓથી ગભરાવું નહી. માણસો દટાયેલા હોય બચાવ ટુકડીને જાણ કરો. શું બન્યું છે તે જોવા શેરીઓમાં આંટા ફેરા ન કરો, બચાવ વાહનોને પસાર થવા માર્ગ ખુલ્લો રાખો. ઘરને ખૂબજ નુકસાન થયુ હોય તો તેને છોડી દો. પાણી, ખોરાક તથા અગત્યની દવાઓ લઇ નીકળી જાઓ. પાણી, વીજળી અને ગેસ બંધ કરી દો, બંધ હોય તો ખોલશો નહી. રસોડામાં ગેસની વાસ આવે તો કોઇપણ સ્વીચ દબાવવી નહી અને કશું જ સળગાવવું નહી. ધુમ્રપાન ન કરો, દિવાસળી ન સળગાવો, ગેસ લિકેજ કે શોર્ટસર્કિટ હોય શકે છે. ટોર્ચનો ઉપયોગ કરો. આગ લાગે તો બુઝાવવા પ્રયાસ કરો, અગ્નિશામક તંત્રની મદદ લો.

ભૂકંપ પહેલા, દરમ્યાન અને પછી લેવાના થતા ઉપરોક્ત પગલાંઓ અંગે લોકોએ જાગૃત રહેવા અધિક નિવાસી કલેકટરશ્રીએ જણાવ્યું છે.

હવામાન

weather

શબ્દવ્યુહ

માર્કેટ યાર્ડ - હાપા, જામજોધપુર, જામનગર બ્રાસ સીટી:

માર્કેટ યાર્ડ - હાપા   ઘઉં ....242 ...383 । મગ ....800 ...1680 । લસણ ....160 ...805 । ચણા। ....160 ...805   માર્કેટ યાર્ડ - જામજોધપુર   કપાસ। ....780 ...937 । જીરૂ। ....2600 ...3125 । અરેંડા। ....650 ...729   જામનગર બ્રાસ સીટી   બ્રાસ હાની ઢાંળો ...315.00 । બ્રાસ હાની વાસંણ ...327.00 । બ્રાસ હાની પાઈપ ...329.00 । બ્રાસ વિલાયતી ....310.00